મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કરમશીભાઈ પરમાર દ્વારા જન્મમરણના દાખલા વિભાગમાં બેસતા પાલિકા કર્મચારી સાથે માથાકૂટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે .
પ્રાથમિક માહિતી મુજબ મોરબી નગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મહેતા સાથે પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈએ ગાળાગાળી કરી હતી પાલિકા પ્રમુખના પતિના કોઈ ઓળખીતા ના દાખલા કાઢવાના હોય જેમાં આધાર પુરાવા પૂરતા ન હોવાથી કર્મચારી દ્વારા દાખલો કાઢી આપવાની ના કહી હતી જેને પગલે ઉશ્કેરાઈ ગયેલા પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈએ કર્મચારીને બધાની વચ્ચે ગાળા ગાળી કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે .જેથી પાલિકાના કર્મચારી મહેશભાઈ રજા પર ઉતરી ગયા હતા અને પોતાના રજા રિપોર્ટમાં પણ તેઓએ કારણમાં પાલિકા પ્રમુખના પતિ દ્વારા થયેલ હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે આ સમગ્ર બાબતે પાલિકા પ્રમુખ નો કોન્ટેકટ કરવામાં આવતા તેઓનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.ત્યારે આગામી સમયમાં શુ કોઈ પગલાં લેવાશે કે કેમ એ આવનારો સમય જ બતાવશે.હાલ જન્મમરણ નોંધણી ઓફિસના કર્મચારી એકાએક રજા પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.