મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્ક સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વારનું દાતાના સહયોગથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રવાપર રોડ પર આશરે સો વિઘામાં ઘટાદાર વૃક્ષો, રસ્તાઓ ફરતા કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત અને પાર્કિંગ સાથે ત્રણ માળ સુધીનું બાંધકામ, પ્રવેશદ્વાર પાસે કયું આર કોડ વાળા સિક્યુરિટી જવાનો, સોસાયટીના લોકોના વાહન પર આલાપનો લોગો, નડતરરૂપ વૃક્ષ સિવાયના વૃક્ષ કાપવા માટે દંડનો નિયમ સહિતની આચાર સંહિત ધરાવતી આલાપ પાર્ક સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વારની જરુરીયાત હોવાથી સોસાયટી સામાન્ય સભામાં દાતા દ્વારા પ્રવેશદ્વાર બાંધવા માટે પહેલ કરવામાં આવી હતી જે ને મોરબીના સેવા ગ્રુપના નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દિપેશભાઈ મગનભાઈ ઘોડાસરાએ આવકારી સિક્યુરિટી કેબિનની વ્યવસ્થા સાથેના પ્રવેશદ્વારનું નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દીપેશભાઈ મગનભાઈ ઘોડાસરાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રમુખ અરવિંદભાઈ વામજા તેમજ આલાપ સોસાયટીની કમિટીની ઉપસ્થિતમાં પ્રવેશદ્વારનું શાસ્ત્રોક્ત વિધિથી,યજ્ઞ કરીને ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.