મોરબી ને મહાનગરપાલિકા મળે માટે વર્ષોથી રજુઆત થઈ રહી છે ત્યારે કોઈ ને કોઈ ખામી ને કારણે મોરબી ને મહાનગર બનાવવાની પ્રક્રિયામાં અડચણો આવતી હતી પરંતુ ફરીથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આજે આ પ્રક્રિયાના ભાગરૂપે સરપંચો ની બેઠક બોલાવવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં મોરબી વાંકાનેર અર્બન ડેવલમેન્ટ ઓથોરિટ અસ્તિત્વમાં આવી હતી જેમાં તે સમયે મોરબી નગરપાલિકા વાંકાનેર નગરપાલિકા અને અન્ય ૩૭ જેટલા ગામો નો સમાવેશ થતો હતો પરંતુ સમયાંતરે અલગ અલગ કારણોસર આ ગામો એ પોતાને બાકાત કરી લીધા હતા અને હાલમાં મોરબી વાંકાનેર અર્બન ડેવલપેન્ટ ઓથોરિટી માં મોરબી નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકા તેમજ એકાદ ગામડું બચ્યું છે ત્યારે હવે મોરબી જિલ્લાના લોકો ની માંગ છે કે મોરબીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો ફરીથી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે અને મહાનગર બનાવવા માટે મોરબી ના આજુ બાજુના ગામ સ્વેચ્છા એ જોડાય તો આ પ્રક્રિયા વધુ સરળ બને તેમ હોવાથી આજે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,તેમજ મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને ડીડીઓ ડી.એન.ઝાલા ની ઉપસ્થિતિમાં સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં સરપંચોને મહાનગર પાલિકા અને મૌડા થી થતા ફાયદાઓ અને વિકાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જે બેઠકમાં હાજર તમામ સરપંચોએ સહમતી દર્શાવી હતી પરંતુ સાથે જ સરપંચોએ આ અંગે ગ્રામજનો નો મત જાણવા માટે પણ સમય માંગ્યો હતો જેથી આગામી દસ દિવસમાં સરપંચોને ગ્રામજનો સાથે બેઠકો યોજી ઠરાવ કરી ને ગ્રામજનો નો નિર્ણય જણાવવાનું કહેવામાં આવ્યું છે.