વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં. વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે કે આજે આવા વ્યાજખોરના કારણે એક શખ્સે આપઘાત કરતા પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ મથક પહોંચ્યો પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધી તેમની સાથે અન્યાય કરતા પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મ્રુત્યુની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના નવા માલણીયાદ ગામે રહેતા એક પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. જે બાદ મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફરીયાદ ન નોંધાતા પરિવારજનો રોષે ભરાયા હતા અને ગોપાલભાઇ જયંતિભાઇ પરમારે રાજ્યપાલને પત્ર લખી આખાય પરીવારના આઠ સભ્યને સાથે ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, પિતાએ આત્મહત્યા કરી ત્યારે સુસાઇડ નોટમા ઉલ્લેખ કરીયો હતો કે, વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરુ છુ. પરંતુ મૃતકના ભાઈ ભરતભાઈએ જ્યારે પોલીસ મથકે નોંધ કરાવી ત્યારે મૃતકના દેવા બાબતે કોઇ જાણ કરી ન હતી. જ્યારે બે દિવસ પછી સુસાઈડ નોટ રજૂ કરવામાં આવતા પોલીસે નોટને એફે.એસ.એલ.માં મોકલી હતી. જેને લઈ હજુ સુધી FSL નો રીપોર્ટ આવ્યો ન હોય જેથી ફરિયાદ નોંધવામાં આવી નથી. જેને લઈ પરિવારજનોએ પત્ર લખી ચ્છા મ્રુત્યુની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.