મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD તથા ફોર વ્હીલર માટે GJ36 AC સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થઇ છે. ઇચ્છુક અરજદાર તા.૧૭/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ સુધીwww.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૧/૧૧/૨૦૨૧ થી તા.૨૨/૧૧/૨૦૨૧ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.