Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના મિતાણા ગામનાં ખેડૂતો ફેકટરીને કારણે બરબાદીની કગાર પર ! છતાં નથી...

ટંકારાના મિતાણા ગામનાં ખેડૂતો ફેકટરીને કારણે બરબાદીની કગાર પર ! છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી ?

ટંકારાના મિતાણા ગામના ખેડૂતોની દિન પ્રતિદિન દયનિય સ્થિતિ થતી જઈ રહી છે. મિતાણા ગામના આસપાસના વિસ્તારોમાં ફેક્ટરીઓ તથા મિક્સિંગ પ્લાન્ટ આવેલ છે. જેમાંથી નીકળતી ધૂળ, કાર્બન તથા પ્રદુષિત પાણીનાં કારણે આસપાસમાં આવેલ ખેડૂતરોની જમીન પ્રદુષિત થઈ ર્હોય છે. જેથી ખેડૂતોને ભારે નુકશાની વેઢવાનો વારો આવ્યો છે. તેમજ ગ્રામજનોએ આ બાબતે અનેક વખત કલેક્ટરને રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો અને કારખાનેદારો સાથે તંત્રની પણ મિલી ભગત હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. ત્યારે ફરી એક વખત ગ્રામજનોએ સમગ્ર મામલે ટંકારા મામલતદાર અને મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆતોના ઠપ્પ લગાવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મિતાણા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, ટંકારાના મિતાણા ગામે ઉદ્યોગીક હેતુ ધરાવતી ફેક્ટરીના નામે એન. ટી.ટી. તથા ઓનેરીમાંથી બોરનું ખારું પાણી તથા ફેક્ટરીમાંથી કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી તળાવના શ્રાવ વિસ્તારમાં તથા વોંકળામાં વહેંચવામાં આવે છે. જેથી આજુબાજુના ખેતરોમાં આવેલ કુવાઓમાં આ ઝેરી પ્રવાહી વાળું પાણી તળમાં ઉતરવાથી પાક બળી જાય છે, આ પ્રવૃત્તિ છેલ્લા પાંચ-છ વર્ષથી ચાલુ છે. જેથી ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. જો આ ખેતીના પાકને નુકશાન કારક પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહિ આવે અને તેનાથી થતું-થયેલ નુકશાનનું વળતર ચુકવવામાં નહિ આવે તેની તમામ જવાબદારી નુકશાન કરતા કંપની તથા સરકારની રહેશે.

જયારે ટંકારાના મિતાણા ગામનાં ગ્રામજનો દ્વારા ટંકારા મામલતદાર અને મોરબી જિલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે, ટંકારાના મિતાણા ગામ પાસે MKC કંપનીએ મિક્સિંગ પ્લાન્ટ છેલ્લા છ વર્ષથી ચલાવવામાં આવે છે. જે પ્લાન્ટમાંથી થતા ડામર તથા અન્ય મેટલનાં મિક્સિંગથી ઊડતી ધૂળની તથા કાર્બનની રજોટથી આસપાસના ખેતરોમાં દર વર્ષે પારાવાર નુકશાની થાય છે. MKC કંપનીના મલિક કિરણભાઈ તથા ઓથોરેટર સુનિલ ગુપ્તાને ગ્રામજનોએ તેમના ખેતરમાં થતા નુકશાન બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવેલ ન હતું. જેથી દર વર્ષે ખેતીમાંથી થતી ઉપજમાં પણ ખેડુતોને રૂ.2 થી 3 લાખનું નુકશાન પહોંચે છે. તો આ બાબતે સ્થાનિક તંત્રે તાપસ કરી જવાબદારો સામે પગલાં લેવા તથા ખેડૂતોને યોગ્ય વળતર આપવા રાજ કરવામાં આવી છે. તેમજ જો આ બાબતે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો તેની સામે કાર્યવાહી તેમજ ઉપવાસ જેવા પગલાં ભરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!