Saturday, November 2, 2024
HomeGujaratરાજ્યમાં પોલીસ પર આક્ષેપો ની ફેશન :કર્મનિષ્ઠ અધિકારી અને કર્મચારીઓ પણ આક્ષેપોની...

રાજ્યમાં પોલીસ પર આક્ષેપો ની ફેશન :કર્મનિષ્ઠ અધિકારી અને કર્મચારીઓ પણ આક્ષેપોની લ્હાયમાં પીસાઈ રહ્યા છે આ કેટલું યોગ્ય?

રાજ્યમાં રાજકોટ ખાતે બનેલા તોડ કાંડથી પોલીસની છબી ખરડાઈ હોવાનું જ્ઞાનવિદો માની રહ્યા છે પણ શું ભ્રષ્ટાચાર પોલીસતંત્ર જ કરી રહ્યું છે કે પછી તેવો ઘાટ રચવામાં આવી રહ્યો છે એક પછી એક રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ પોલીસ પર આક્ષેપ પ્રતિ આક્ષેપ બાજીની હોડ લાગી છે જો કે આક્ષેપો સાચા હોય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પગલાં લઈ કડક કાર્યવાહી કરતા જ હોય છે ત્યારે આવા આક્ષેપો વચ્ચે નિષ્ઠાપૂર્વક કામ કરતા અધિકારીઓ અને પોલીસકર્મચારીઓ પણ આ આક્ષેપોના વવાઝોડાનો ભોગ બની રહ્યા છે જે કેટલી હદે યોગ્ય છે એ મોટો પ્રશ્ન છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં હાલ તમામ મહાનગરો અને જીલ્લાઓમાં અમુક અધિકારી અને કર્મચારીઓ ને બાદ કરતાં મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિદ્ધાંતોને આધીન જ ચાલતા હોય છે એમ છતાં જે લોકોએ પોલીસની મદદ લીધી હોય તેના પર આક્ષેપો કરતા પણ લોકો અચકાતા નથી પરંતુ આ જ પોલીસ જ્યારે કાયદાથી પર જઈને લોકોને મદદ કરે છે ત્યારે કેમ પોલીસ વ્હાલી લાગે છે ઉદાહરણ ના ભાગ રૂપે મોરબીમાં એક જગ્યાએ એક ગરીબ પરિવારની પૂર્ણ વયની દીકરીએ ગુનેગાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને એ પણ રજીસ્ટ્રેશન કરાવી લગ્નનોધણી પણ કરાવી હતી પરંતુ ગરીબ પરિવાર આ ગુનેગાર ના હાથમાં પોતાની વ્હાલ સોઈ દીકરીને સોંપવા તૈયાર નહોતો અને કાયદાકીય રીતે પણ પોલીસ યુવતી સાથે બળજબરી ન કરી શકે આમ છતાં પોલીસે ગરીબ બાપના આંસુ જોઈ યુવતીને તેના ભવિષ્ય નું ભાન કરાવી તે પોતે ગ્રેજ્યુએટ હોય તેનું ભવિષ્ય આ ગુનેગાર સાથે નથી તેવું મહિલા શી ટિમ સાથે રાખી સમજાવી હતી જો કે આમ છતાં યુવતી એકનની બે થી ન હતી અને બાદમાં પોલીસ દ્વારા પ્રેમી અને ગુનેગાર સામે કડક કાર્યવાહી કરી હતી અને તેને યુવતીને ફક્ત મોજશોખ માટે જાળમાં ફસવાઈ હોવાની કબૂલાત આપી હતી. આ સમયે જ યુવતી પણ ભાંગી પડી હતી અને બાદમાં યુવતી પોતાના માતા પિતા સાથે ઘેર પરત ગઈ હતી એટલું જ નહીં આવા લાલચુ ગુનેગાર પ્રેમીને પણ મોરબી જીલ્લા જ નહીં આજુબાજુના જિલ્લામાં ન દેખાવા સૂચના આપી હતી અને બાદમાં આ ગ્રેજ્યુએટ યુવતીના સારા એજ્યુકેશન ધરાવતા છોકરા લગ્ન થઈ ગયા અને હાલ બન્ને મોરબીમાં એજ્યુકેશન સાથેના ફિલ્ડમાં નોકરી કરી શાંતિથી પોતાનું લગ્ન જીવન પસાર કરી રહ્યા છે અને આ બધું જ ફક્ત ને ફક્ત પોલીસને આભારી છે.જો કે આ વાત કાયદા થી પર છે પણ એક ગરીબ પરિવાર અને ગરીબ બાપ માટે આ સમયે પોલીસનો ભગવાનથી કમ નથી આવા અનેક કિસ્સાઓ છે જેમાં પોલીસે ગરીબો અને સામાન્ય વર્ગના લોકોને કાયદાથી પણ ઉપર જઈ પોતાના રોટલા ને જોખમમાં મૂકીને લોકોને મદદ કરી છે ત્યારે હાલ પોલીસ પર આક્ષેપો પ્રતિ આક્ષેપોનું રાજકારણ જોઈએ તો તમામ તહેવારો માં પરિવાર ને છોડી રાત દિવસ ફરજ બજાવતા પોલીસતંત્રની છબી ખરડાઈ એ કેટલી હદે વ્યાજબી છે હા જે પોલીસના ચેહરા પાછળ કાંડ કરે છે તેને સજા થવી જ જોઈએ પરંતુ સામે આવા સાચા કામો ની નોંધ પણ પ્રજા દ્વારા લેવડાવી જોઈએ.પોલીસ હર હમેશા લોકોની સાથે લોકોની તકલીફમાં ઉભી જ રહે છે જો પોલીસ ન હોય તો શુ થાય આટલું વિચારી લેજો અને એ પછી પોલીસ પર આક્ષેપ કરવો વ્યાજબી છે ત્યારે આવા કળયુગના સંકટ મોચનને સાથ આપવો એક પ્રજા તરીકે લોકોની ફરજ છે સાચા ને સાચો અને ખોટને ખોટો કહેવો એ સારા માણસનો ગુણ છે જો આ ગુણ અને નૈતિકતા ને જાળવી નથી શકતા તો પોલીસતંત્ર પર આક્ષેપ કરવાનો પણ કોઈ અધિકાર નથી માટે તમે જે પોલીસ વિરુદ્ધ કરો છો એ વ્યક્તિ વિરુદ્ધ છે નહીં કે સમગ્ર પોલીસતંત્ર વિરુદ્ધ આટલું વિચારીને ચાલશો તો ભવિષ્યમાં આવનારી પેઢી પણ આ જ શીખશે અને એજ રીતે વર્તશે માટે ભવિષ્ય નું વિચારી પોલીસને સાથ સહકાર આપો આક્ષેપો કરનાર માંથી કેટલા લોકો પોલીસ તપાસમાં પંચરોજ કામમાં પંચ તરીકે સહી કરે છે કેટલા લોકો સાક્ષીઓ તરીકે સહી કરે છે અથવા સાક્ષી બન્યા બાદ કોર્ટમાં સાચી જુબાની આપે છે ?ત્યારે પોલીસ પાસે કોઈ સાક્ષીઅને પંચરોજ કામમાં સહી કરવા પણ કોઈ નથી આવતું ત્યારે આપણા નૈતિકતા ના સિદ્ધાંત ક્યાં જાય છે આ સમય પણ કોઈના ન્યાય માં ભાગ લેવાનો હોય છે પરંતુ સભ્ય સમાજ ફક્ત સોશ્યલ મીડિયા મારફતે જ ઉત્તેજના ભર્યા વીડિયો મેસેજ વાયરલ કરે છે પરંતુ આ આ શક્તિ જો સાચી જગ્યાએ વાપરવામાં આવે તો આવા કોઈ કાંડ થાય જ નહીં કેમ કે સાક્ષી અને પંચ જ પ્રજાના હોય છે પણ આજે તમામ લોકો કોઈને કોઈ સમયમાં કોઈને કોઈ રીતે પોલીસ સાથે સંપર્ક કરતા હશે સારા નરસા અનુભવ પણ થતા હતા પણ સરેરાશ જોઈએ તો પોલીસતંત્ર લોકો માટે કામ કરે જછે ત્યારે અમુક લેભાગુ તોડબાજ ના લીધે આખા પોલીસતંત્ર પર આક્ષેપ કેટલી હદે યોગ્ય બની શકે તો પોલીસને પોઝિટિવ નજરે જોજો કેમ કે તમારી નજરે તમારું ભવિષ્ય છે અને તમારી નજરે તમારૂં ગુજરાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!