હળવદમાં વહુને જમવાનું બનાવવામાં મોડું થતા સસરાએ વહુને માથામાં ધોકો મારી કેરોસીન છાંટી સળગાવી દેતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
મળતી માહતી અનુસાર, હળવદના ઈશ્વરનગર ગામ ખાતે રહેતી આશાબેન વિનોદભાઈ ભાડજાને રશોઇ બનાવવામાં મોડુ થતા તેના સસરા મગનભાઇ પરષોત્તમભાઇ ભાડજાએ રશોઇ કેમ મોડી બનાવે છે તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ મહિલાને માથામા ધોકાથી મારી ગંભીર ઇજા કરી તેમજ આશાબેન ઉપર કેરોસીન છાંટી મારી નાખવાના ઇરાદે દિવાસળી ચાપી દેતા આશાબેન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું સારવાર દરમ્યાન મોટ નીપજ્યું હતું. જેને લઈ સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી આરોપીને કોર્ટમાં રજુ કરતા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા સમગ્ર મામલે 20 મૌખિક અને 37 દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલોને આધારે આરોપીને આજીવન કેદની સજા તથા 21,000 નો દંડ ફટકાર્યો છે.