Wednesday, November 20, 2024
HomeGujaratદીકરાના પ્રેમ લગ્નની પિતાને મળી તાલિબાની સજા ! : યુવતીના પિતા સહીત...

દીકરાના પ્રેમ લગ્નની પિતાને મળી તાલિબાની સજા ! : યુવતીના પિતા સહીત ૪ ઈસમોએ આધેડને ઢીબી નાખ્યો

દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોવાની રીસ રાખીને તેના પિતા અને પરિવારજનો દ્વારા વાંકાનેરના ગુંદાખડા ગામ ખાતે પોતાના સમધિને લોખંડના પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખેસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ગુંદાખડા ખાતે રહેતા મુકેશભાઇ અમરશીભાઇ ચાવડાના દીકરા રાહુલે તેના જ ગામમાં રહેતા ગેલાભાઇ સગરામભાઇ સાપરાની દિકરી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી આધેડને ગત તા.૧૩ /૦૪/૨૦૨૩ના રોજ બપોરના સમયે ફરિયાદી તથા સાહેદ જતા હતા. ત્યારે ગેરકાયદેસર અવરોધ કરી મોટરસાયકલ રોકી આધેડને નીચે પછાડી સુખાભાઇ સાપરા અને નવઘણભાઇ સાપરાએ ફરીયાદીને પકડી રાખી ગેલાભાઇ સગરામભાઇ સાપરા તથા લગધીરભાઇ સગરામભાઇ સાપરાએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપથી ઢોર માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!