Wednesday, January 8, 2025
HomeGujaratવાડ જ ચીભડાં ગળે:વાંકાનેરની પંચાસીયા દુધ ઉત્પાદન મંડળીના મંત્રી અને પ્રમુખે પૈસાની...

વાડ જ ચીભડાં ગળે:વાંકાનેરની પંચાસીયા દુધ ઉત્પાદન મંડળીના મંત્રી અને પ્રમુખે પૈસાની ઉચાપત કરતા નોંધાયો ગુન્હો

વાંકાનેર તાલુકાના પંચાસિયા દૂધ ઉત્પાદન મંડળીમાં ૨૦૨૧ ના વર્ષમાં મંડળીના મંત્રીએ પશુઓના રાજદાણ બગડી ગયેલ હોય જેનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવી ઉચાપત કરી ઠગાઈ કરતા પ્રમુખ દ્વારા કોઈ કાર્યવાહી નહી થતાં તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.માં વર્ષ- ૨૦૨૦-૨૦૨૧તથા ૨૦૨૧-૨૦૨૨ના વર્ષમા પંચાસીયા સહકારી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી આરોપી સમીર હુસેનભાઇ માથકીયાએ પશુઓના રાજદાણ બગડી ગયેલ હોય જેની કી.રૂ.૬૦,૦૦૦/- ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવી ઉચાપત કરાવી હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા આરોપી પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવલ પરંતુ આરોપી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહી કરી પોતાની ફરજ બજાવેલ નથી જેથી ભરતભાઇ બીજલભાઇ ડાંગર સિનિયર ક્લાર્ક દ્વારા મંડળીના પ્રમુખ તથા મત્રીએ રૂ.૬૦,૦૦૦/- ની નાણાકીય ઉચાપત નાણાકીય કરી વહીવટી ગેરરીતી કરી ઠગાઇ કરી વિશ્વાસઘાત કરતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!