મોરબી શ્રી લીમડા વાળા મામાદેવ ગ્રુપ દ્વારા લાતી પ્લોટના લીમડા વાળા મામા દેવ તેમજ આઈ શ્રી આમલી વાળી ખોડીયાર માતાજી અને શ્રી પીરડાડાના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૧ ને મંગળવાર તા.૧૫/૦૪/૨૦૨૫ ના શુભ દિવસે શ્રી લીમડાવાળા મામાદેવનો વીરપુરષ યજ્ઞ તથા ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મોરબીના પટેલ ટ્રાન્સપોર્ટ પાસે, મુનનગર ૬ લાતી પ્લોટ ખાતે લીમડાવાળા મામાદેવ, આઇશ્રી આંબલીવાળી ખોડિયાર માતાજી, શ્રી પીર ડાડાના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૧ ચૈત્ર વદ – ૨ ને મંગળવાર તા. ૧૫/૦૪/૨૦૨૫ ના શુભ દિવસે શ્રી લીમડાવાળા મામા દેવનો “વિરપુરૂષ યજ્ઞ તથા ડાક ડમરૂ’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી લીમડા વાળા મામાં દેવ પાંચમો પાટોત્સવ કાર્યકમ યોજાશે. શ્રી મામા દેવનો વિરપુરૂષ યજ્ઞ સવારે શુભ ચોઘડિયે, શ્રી મામા દેવની મહા આરતી સાંજે ૬:૩૦ વાગ્યે, શ્રી મામા દેવ મહા પ્રસાદ સાંજે ૬:૪૫ વાગ્યે, શ્રી લીમડા વાળા મામા દેવનો ડાક-ડમરૂનો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ વાગ્યે, રાવળ દેવ શ્રી તેજશ રાવલ, રાવળ દેવ શ્રી સંદીપ રાવલ, જુગલબંધી શ્રી ભદ્રકાળી માતાજી, શ્રી લીમડા વાળા મામા દેવના ઉપાશક શ્રી કૌશીકભાઈ પી. રાણપરા શ્રી ચામુંડા માતાજી, શ્રી જેલ રોડ વાળા મામા દેવના ઉપાશક શ્રી કુલદીપભાઈ એન. દશાડિયા ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.