વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ ફાયર સ્ટાફની જબરી જહેમત બાદ 21 કલાકે માંડ કાબુમાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો.
રાતાવીરડાના સરતાન પર રોડ પર આવેલ દિયાન પેપરમિલમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યાના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા. જે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા મોરબી,હળવદ,જામનગર સહિત અનેક સ્થળેથી ફાયર ફાયટરોની મદદ મંગાવવામાં આવી હતી. જે 21 કલાક બાદ માંડ કાબુમાં આવી રહી છે. 10 થી વધુ ફાયર ફાઈટરો હાલ કામગીરી કરી રહ્યા છે.
હાલ માત્ર જથ્થામાંથી નીકળતા ધુમાડા પર પાણીનો મારો ચલાવવામા આવી રહયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે નાયબ મામલતદાર બી એસ. પટેલ સહિતની ટિમ ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રહી હતી.
વિકરાળ આગની લપેટમાં આવી જતા પેપરમિલના વેસ્ટ પેપર સહિત અનેક સામગ્રી સ્વાહા થઈ હોવાથી મોટા પાયે પેપરમિલમાં આગ લાગવાથી કરોડોના નુક્શાનની આશંકા વર્તાઈ રહી છે.