લીલાપર ઘુંનડા રોડ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગતા ફોરેસ્ટના અધિકારીઓએ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસમાં જાણ કરતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફોરેસ્ટ વિભાગે વહેલી તકે ફાયર કંટ્રોલ ને જાણ કરતા આગને ફેલાતાં અટકાવી હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી.
લીલાપર ઘુંનડા રોડ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનોને ૧૦૧ પર ૦૨:૧૦ કલાકે જાણ થતાં ફાયર ના જવાનો ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટિંગ કરેલ સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. ફોરેસ્ટ વિભાગે વહેલી તકે ફાયર કંટ્રોલ ને જાણ કરતા આગને ફેલાતાં અટકાવી હતી. આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ સામે આવી નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી…. તે ઉપરાંત ખોખરા હનુમાનજી ખાતે સંસ્કૃત મહાવિધાલય વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે ની ઉજવણીના ભાગરૂપે ફાયર ટ્રેનિંગ અને ૧૦૮ના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયરના જવાનોએ સતત લાલબાગ ખાતે અને ગુજરાત ગેસ લાઇનનું કામ ચાલુ હોય ત્યાં સ્ટેન્ડબાય રહી ફરજ બજાવી રહ્યા છે.