Sunday, December 29, 2024
HomeGujaratમોરબીની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી કરવામાં આવી

મોરબીની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી કરવામાં આવી

મોરબીની સરકારી અને ખાનગી મળી કુલ પાંચ કોવિડ હોસ્પિટલમાં રાજકોટનાં અગ્નિકાંડને પગલે જીલ્લા કલેકટર નાં આદેશથી ફાયર સેફ્ટી મામલે સઘન ચકાસણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

પાંચ પૈકી ત્રણ માં બધું જ ઓકે, જ્યારે બેમાં ફાયરની સુવિધા તો છે પરંતુ એનઓસી નથી!!!

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના પછી હવે તંત્ર સફાળું જાગ્યું છે.જેમાં મોરબી જિલ્લા કલેક્ટરે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની પૂરતી સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.જેના પગલે આરોગ્ય વિભાગ, પાલિકાના ફાયર વિભાગ, ઇલેક્ટ્રિકસીટી અને સિવિલ હોસ્પિટલ એમ મળીને ચાર વિભાગની ટીમ દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી કરવામાં આવી હતી જેમાં ત્રણ હોસ્પિટલમાં બધું જ ઓકે છે.જ્યારે બે હોસ્પિટલમાં ફાયરની સુવિધા તો છે પણ એનઓસી ન મળ્યા હોવાનું ખુલ્યું હતું.

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના આદેશને પગલે એક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા, આરોગ્ય વિભાગના ડો.હાર્દિક રંગપરીયા, ઇલેક્ટ્રિકશન વિભાગ ઇન્સ્પેક્ટર તેમજ નગરપાલિકાના ફાયર વિભાગ એમ મળીને ચાર વિભાગની ટીમ દ્વારા મોરબીની સરકારી અને ખાનગી મળીને પાંચ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીમાં મામલે સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં , મોરબી કોવિડ હોસ્પિટલમાં, શિવમ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા તથા એનઓસી બધું જ બરાબર જોવા મળ્યું હતું.જ્યારે સદભાવના હોસ્પિટલમાં અને પ્રભાત હોસ્પિટલમાં ફાયર સેફટીની તમામ સુવિધાઓ જોવા મળી હતી પરંતુ ફાયર સેફટી માટે જરૂરી એનઓસી જ મળ્યા ન હોવાનું ધ્યાને આવ્યું હતું.

 

જેમાં જવાબદાર તંત્રની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું.આ બન્ને હોસ્પિટલોએ ફાયર એનઓસી માટે જવાબદાર તંત્રને એક મહિના પહેલા રજુઆત કરી હતી.આ મામલે જવાબદાર તંત્રે મોરબીની આ બન્ને હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ચેક કરે પછી જ એનઓસી મળે એમ છે.પણ રાજકોટના સંબધિત તંત્રએ આ મામલે હજુ સુધી ચેકિંગ જ કર્યું નથી.એથી આ બન્ને હોસ્પિટલને ફાયર એનઓસી મળ્યા નથી.જોકે જે તે વખતે બન્ને હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારે ફાયર એનઓસી ફરજિયાત ન હતું પરંતુ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ પછી સરકારે ફરજિયાત ફાયર એનઓસીનો નિયમ લાગુ કરાયો હતો.આથી આ બન્ને હોસ્પિટલોમાં સરકારના ધારાધોરણ મુજબ ફાયરના સાધનો વસાવી બધું જ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે અને દોઢ મહિના અગાઉ એનઓસી માટે રાજકોટ અને અમદાવાદમાં એપ્લાય કરી દેવામાં આવ્યું છે પણ હજુ રિસ્પોન્સ મળ્યો નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!