બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઢવાણા ગામે રહેતા આરોપી સવજીભાઈ ત્રીકુભાઈ કોળી જે જેન્તીભાઈ ની માલિકીની સર્વે નંબર ૪૫૬ પૈકી ૧ તથા ૪૫૬ પૈકી ૨ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આ જમીન પર તારીખ ૧/૧/૨૦૦૩ થી તારીખ ૨/૪/૨૦૨૧ સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ થઇ છે ત્યારે હળવદ પોલીસે જમીન માફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ગુજરાત જમીન પચાવી પાડનાર પર (પ્રતિબંધ )અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪,(૧)(૩),૫(ગ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે