મોરબી વાસીઓ છેલ્લા ઘણા સમયથી સારા બાગ બગીચાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે મહાનગરપાલિકા બનતાની સાથે જ ઘણા વર્ષો બાદ મોરબીના સરદાર બાગની કાયાપલટ થવા જઈ રહી છે.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબીવાસીઓને મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યની પ્રથમ ભેટ આપવામાં આવી છે. જેમાં મોરબીના સરદાર બાગનું નવીનીકરણ કરવામા આવશે. રૂપિયા 1.02 કરોડના ખર્ચે મોરબી સરદારબાગનું નવિનીકરણ કરવામાં આવશે. જેનું આજે સાંજે મહાનગરપાલિકાનાં કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે. ત્યારે હવે મોરબીને સારા બાગ બગીચાઓ ની સવલત મળવા જઈ રહી છે. પરંતુ આ બાગ બગીચાની સવલત મળ્યા બાદ મોરબીના લોકોએ આની જાળવણી કરવી ખૂબ જરૂરી છે.