મોરબી મહાનગરપાલિકા તો જાહેર થયું પરંતુ હજુ ઘણી વિકરાળ સમસ્યાઓ ઠેર ની ઠેર છે ભલે સમસ્યા તાત્કાલિક દૂર નહી થાય પરંતુ તેને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે સસ્તી પ્રસિદ્ધિ રૂપે તોડફોડ કરવામાં માહેર મનપા તંત્ર ની આજે
પ્રથમ સંકલન સમિતિ ની બેઠક મળી હતી.
આ બેઠકમાં દબાણ,સ્વછતા અને ગટર બાબતે થોડી ઘણી ચર્ચા થયેલી અને સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલ આ બેઠક ૧૧.૩૦ સુધીમાં તો લગભગ સમાપ્ત થઈ ચૂકી હતી.જાણે મોરબી માં ચર્ચા કરવા લાયક કોઈ પ્રશ્નો જ ન હોય તે રીતે બેઠક ટૂંકમાં સમેટાઈ હતી.જ્યારે મોરબીમાં હજુ પણ અનેક જગ્યાએ ગંદકી ના ગંજ છે,ગટર ના તૂટેલા ઢાંકણા,રખડતા ઢોર જેવી સમસ્યાઓને જો ડીમોલીશન ની જેમ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તો ખાસ્સું નિરાકરણ આવે તેમ છે પરંતુ મનપા કમિશ્નર પોતાની ટીમ સાથે જેસીબી લઇને સતત સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં વ્યસ્ત છે ત્યારે તેવી જ રીતે કમિશ્નર સાહેબ પોતાની ટીમ ને સાથે રાખીને ગટરો ના તૂટેલા ઢાંકણ નવા નખાવશે તો શાબાશી જેવું કામ થાય.ત્યારે આજે મળેલ પ્રથમ સંકલન સમિતિ બેઠક માં ખાસ કોઈ ચર્ચાઓ થઈ નથી પરંતુ હા આ બેઠક પરિચય બેઠક પણ કહી શકાય તેમ એક બીજા સાથે પરિચય જરૂર મેળવ્યા હતા.