Sunday, December 22, 2024
HomeGujaratમોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ.

મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ.

વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ

- Advertisement -
- Advertisement -

મોરબી:સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. વધુમાં તેમણે સૌને મનથી મક્કમ બની આપણા આ મહામૂલા શરીરનો માનવ સેવા માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની વિશેષ મહત્વ આપ્યું જે વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું અને ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. આજે એવી જ રીતે ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ એવા ધ્યાનને પણ વિશ્વએ સ્વીકાર્યું અને ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ જીલ્લાઓમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ શ્રી શ્રી હોલ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર અને જીલ્લામાંથી અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન ધર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!