મોરબીના તમામ ગેંગના સભ્યો એ પ્લાન ઘડ્યો એક વ્યક્તિ પર બધું ઢોળી દેવાના પ્રયાસ પર પોલીસે પાણી ફેરવી દીધું : તમામ ગેંગના સભ્યો પર તખ્તો કસવા પોલીસને મોકો
મોરબીમાં ગત તા.૯ ના રોજ હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી સહિત પાંચ ઈસમો ની ફોર્ચ્યુનર કારને ભક્તિનગર સર્કલ નજીક આવેલા નવા સીટી મોલ પાસે આંતરીને ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મમુદાઢી નું મોત થઈ જતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં તેર ઈસમો સામે મૃતકના પુત્ર એ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું
કે નવ માસ પહેલા ખાટકી વાસમાં બાઈક અથડાવા બાબતે થયેલી માથાકૂટ મામલે થયેલી હતી જેમાં મમુ દાઢી ના ભત્રીજા અને સામા પક્ષે રફીક રજાક માંડવીયા ના પુત્રનું મોત થયું હતું અને બન્ને પક્ષઓએ સામે સામે ફરિયાદ નોંધાવી હતી બન્ને પક્ષ થોડા સમય પૂર્વે જ જેલમાંથી જામીન પર છૂટ્યા હતા અને જૂનો ખટરાગ ચાલતો હતો એ સીવાય મકરાણી વાસમાં રહેતા ઈસ્માઈલ યાર મામદ બ્લોચ પણ મમુ દાઢીની સબંધી ની દીકરીને ભગાડી ગયો હોય ભૂતકાળમાં આ મામલે માથાકુટ થયેલી હતી જે હજુ ચાલતી હતી તો સાથે સાથે કાલિકા પ્લોટ માં રહેતા આરીફ મીરને મમુ દાઢી સાથે તેના ભાઈ મુસ્તાક ની હત્યા નિપજવાનાર હિતુભા ઝાલા સાથે સારા સબન્ધ હોવાથી હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી કણા ની જેમ ખટકતો હતો તો ઇમરાન ઉર્ફે બોટલને પણ મમુ દાઢી સાથે ધંધાની દુશ્મનાવટ હોય તે પણ મમુ દાઢીનું કાસળ કાઢી નાખવાની ફિરાક માં હતો ત્યારે ગઈકાલે રફીક રજાકભાઈ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનિયા, આરીફ ગુલામભાઈ મીર, ઇસ્લમાઇલ યારમાંમદ બલોચ, રીયાઝ રજાકભાઈ ડોસાણી , ઈરફાન યારમાંમાંમ્દ બલોચ, રમીજ હુસેનભાઈ ચાનિયા, મકસુદ ગફુરભાઈ સમાં, એઝાઝ આમદભાઈ ચાનિયા અને ચાર અજાણ્યા ઈસમો સહિત ૧૩ શખ્સોએ સાથે મળી મમુ દાઢીનું કાસળ કાઢી નાખવા પ્રિ પ્લાન ઘડ્યો હતો જેમાં કાલિકા પ્લોટ,મકરાણી વાસ,ખાટકી વાસમાં રહેતા જુદા જુદા ત્રણ ગ્રુપના લીડરોએ ભેગા મળી મમુ દાઢી પર આડેધડ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં બનાવ બાદ સ્વીફ્ટ કારન.GJ 36 AC 7867 માં નાસી છૂટ્યા હતા જે સ્વીફ્ટ કાર વાંકાનેર તાલુકાના ખેરવા નજીક થી રેઢી મળી આવી છે
તો બીજી બાજુ પોલીસે આ હત્યાના પાંચ આરોપીઓને પકડી પાડયાની માહિતી પોલીસના આધારભૂત સુત્રોમાંથી મળી છે જેમાં ઇરફાન યારમામદ બ્લોચ,ઇસમાલ યારમામદ બ્લોચ,રિયાઝ રઝાક ડોસાણી, એજાઝ આમદભાઈ ચાનિયા અને અન્ય એક યુવક સહિત પાંચ ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે જો કે આમાં આગામી સમયમાં મોટા ખુલાસાઓ તપાસ દરમ્યાન થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે તો બીજી બાજુ હત્યામાં વપરાયેલી બોલેરો કારની પણ કોઈ માહિતી પોલીસને મળતી નથી હાલ પોલીસે સીસીટીવી અને સીડીઆર ડિટેલ્સ કાઢી આ હત્યા માં કોણ કોણ સંડોવણી ધરાવે ચડ અને કોના દ્વારા ફાયનાન્સ કરવામાં આવ્યું છે તેની ઝીણવટ ભરી તપાસ મોરબી એલસીબી એસઓજી એ ડીવીઝન પોલીસની જુદી જુદી ટિમો દ્વારા કરવામાં આવી રહી છે.સાથે જ જાણવા મળતી વિગત અનુસાર આ હત્યા પાછળ ઈમરાન ઉર્ફે બોટલનું નામ જાહેર કરવાનો પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો જેથી અન્ય કોઈના નામ આવે નહિ જો કે હત્યાના આ પ્લાન પર પોલીસે પાણી ફેરવી તમામ આરોપીઓના નામ સાથે ગુનો નોંધી ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે હાલ પોલીસ આ કેસમાં કાંઈ કચાસ ન રહે અને મોરબી માં ગેંગ વોર પૂર્ણ થાય એ માટે મથામણ કરી રહી છે. આ ઉપરાંત અન્ય અજાણ્યાં ઈસમોમાં ઇરફાન અલ્લારખા ચિચોદરા,પરસોત્તમ ચોક મોરબી
અવેશ અયુબ કાસમાણી કબીર ટેકરી શેંરી ન. ૩ મોરબી,આરીફ ઈકબાલ ભાઈ ચાનીયા શિવ સોસાયટી શેરી ન.૧ મોરબી,પરવેઝ દાઉદ ચાનીયા કબીર ટકેરી શેરી ન.૨ મોરબી,મેંદી અનવરભાઈ ચાનીયા રહે વાઘપરા શેરી ન.૬ મોરબી,કૌશિક બાવાજી કબીર ટેકરી શેરી.૧ ચાનીયા જમાત ખાતા સામે મોરબી,ઈમ્તિયાઝ ઈકબાલ પિંજારા હુડકો કાલિકા પ્લોટ મોરબી અસલમ ટાવર બોલેરો ગાડી ચલાવનાર ઘાંચી રહે.મોરબી વિશિપરા વાળા આ બનાવમાં સાંમેલ હોવાનું પણ અંગત આધારભૂત સુત્રોમાથી જાણવા મળ્યું છે જેમાં પોલીસે સત્ય જાણવા આગળની તપાસ હાથ રહી છે.