Friday, November 29, 2024
HomeGujaratમોરબીમાં ફૂડ વિભાગની અચાનક ઊંઘ ઊડી!:સ્થાનિક અધિકારીઓને મીડિયા સમક્ષ ચૂપ રહેવાનો ઉપરી...

મોરબીમાં ફૂડ વિભાગની અચાનક ઊંઘ ઊડી!:સ્થાનિક અધિકારીઓને મીડિયા સમક્ષ ચૂપ રહેવાનો ઉપરી અધિકારીઓનો આદેશ!

મોરબી જીલ્લામા ખોરાક અને ઔષધ નીયમન તંત્ર દ્વારા સફાળા જાગીને અખાદ્ય પદાર્થોનું વેંચાણ રોકવા માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.પરંતુ અચાનક તમામ લેખિત માહિતી અને ફોટા સાથે મીડિયાને માહિતી મોકલી દેવામાં આવી હતી પરંતુ ઉપરી અધિકારીના મીડિયા સમક્ષ બાઈટ આપવાના પ્રતિબંધ હોવાનો જવાબ આપીને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ સ્થાનિક અધિકારી એ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દિધો હતો.

- Advertisement -
- Advertisement -

આ બાબતે મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર કમિશ્નર, ખોરાક અને ઔષધ નીયમન તંત્ર ગાંધીનગર સુચના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં દિવાળી તહેવાર નિમિતે જાહેર જનતાને શુધ્ધ અને ભેળસેળ મુક્ત ફરસાણ મીઠાઈ મળી રહે તે બાબતે તહેવાર નિમિતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય તે અનુસંધાને મોરબી જીલ્લામા ખોરાક અને ઔષધ નીયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાની કામગીરી કરવામા આવેલ હતી. જેમા મીઠાઈના કુલ ૧૮ નમુના લેવામાં આવેલ હતા. જેવા કે, ગુલાબ જાંબુ, ટોપરાપાક, કેસર પેંડા, રસગુલ્લા, માવાની કેક, ચોકલેટ બરફી, કાજુ કતરી, કેસર બાસુંદી, અંજીર બરફી, ચોકો કોકોનેટ પીઝા, થાબડી, પેંડા તેમજ ફરસાણના કુલ ૨૦ નમુના લેવામાં આવેલ હતા જેવા કે, ચવાણું, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સક્કરપારા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠીયા, નાયલોન સેવ, સીંગ ભુજીયા, ભાખરવડી, તીખા મીઠા મિક્ષ, ફરસી પુરી, મઠીયા, તેમજ ફરસાણ મીઠાઈ બનાવવા માટે વપરાતા રો મટીરીયલ જેવા કે બેસન, ઘી, તેલ, માવો, વગેરે નમુનાઓ લેવામાં આવેલ હતા તેમજ ફરસાણના વેપારીઓ દ્વારા વારંવાર વપરાતા તેલના TPC ની કામગીરી કરવામાં આવેલ હતી. તેમજ સ્વછતા અને ચોખ્ખાઇ રાખી હાઈજેનીક કંડીશનનું સંપુર્ણ પાલન કરવાની સુચના આપવામા આવેલ હતી. વધુમાં અગાઉ લેવામાં આવેલ નમુનાઓના રિપોર્ટ આવતા તેમાથી શ્રી સ્વામીનારાયણ ફરાળી લોટ અને શ્રી સ્વામીનારાયણ રાજગરા લોટ (કે જેનુ ઉત્પાદન સુરત જીલ્લામાં થાય છે) ના રીપોર્ટ અપ્રમાણીત જાહેર થતા તેના વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જાણવા મળ્યું હતું.

તેમજ આ તમામ માહિતી લેખિતમાં અને ફોટા સાથે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી હતી.અને આ કાર્યવાહી બાબતે ઈલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ બાઈટ આપવાનો પણ ફૂડ વિભાગે ઇનકાર કરતા જણાવ્યું હતું કે ઉપરી અધિકારીએ સ્થાનિક અધિકારીઓને મીડિયા સમક્ષ બાઈટ આપવા ઈનકાર કરવામાં.આવેલ છે.તેમજ મીડિયા દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહીના વિડિયો ની માંગણી કરવામાં આવતાં ચેકીંગ કરનાર ફૂડ વિભાગના અધિકારી પાસે વિડિયો ગ્રાફી ન હોવાનો જવાબ સાંભળવા મળ્યો હતો ત્યારે આ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક ફકત દેખાડા સ્વરૂપે કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાય રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!