મોરબી જિલ્લા ભાજપ બંક્ષી પંચના પૂર્વ પ્રમુખ દ્વારા અધિક કલેકટરને પત્ર લખી સીટી બસ રૂટ ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારના રુટ ચાલુ કરી લોકોને લાભ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચના પૂર્વ ઉપ પ્રમુખ હરિભાઈ રાતડિયાએ અધિક કલેકટરને પત્ર લખી સિટી બસનો રુટ ચાલુ કરવા માંગ કરી હતી. શહેરના ગાંધી ચોક, વી.સી.ફાટક, નટરાજ ફાટક, જૂની P.P.W પોસ્ટ ઓફિસ, નઝરબાગ (ગાંધી સોસાયટી નાકું) તથા સાયન્સ, કોમર્સ કોલેજ, ભડિયાદ વે – બ્રિજ ત્યાંથી પરત નઝર બાગ, P.P.W પોસ્ટ ઓફિસ, જિલ્લા સેવા સદન કલેકટર કચેરી અને ત્યાંથી પરત P.P.W પોસ્ટ ઓફિસ – નટરાજ ફાટક, વી.સી. ફાટક ગાંધી ચોક સુધીનો રુટ ચાલુ કરવા માટેની માંગ જિલ્લા બક્ષી પંચના પૂર્વ પ્રમુખે કરી છે.