શ્રી જુના દેવળિયા ઉમા પરિવાર મોરબી દ્વારા ચતુર્થ સ્નેહમિલન સમારોહ તા. ૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં કે.જી.થી કોલેજના વિદ્યાથીઓ માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર વિદ્યાથીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
મોરબીના લીલાપર કેનાલ રોડ રાધે હોલ ખાતે તા. ૨૯/૧૨/૨૦૨૪ ને બપોરના ૦૩:૦૦ વાગ્યે શ્રી જુના દેવળિયા ઉમાં પરિવાર મોરબીનું ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવશે. જે સ્નેહ મિલન કાર્યક્રમમાં કે.જી.થી ધોરણ ૫ સુધીના તમામ બાળકો માટે રમત ગમત, ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધોરણ ૯ થી કોલેજના બાળકો માટે વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. જે કાર્યક્રમ અંતર્ગત રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. જે કાર્યક્રમના અંતે તમામ પરિવારજનો માટે ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.