Tuesday, October 8, 2024
HomeGujaratમોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી ૨૩ ઓક્ટોબરના રોજ યોજાશે

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી ૨૩ ઓક્ટોબરના રોજ યોજાશે

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી ૨૩ ઓક્ટોબરને બુધવારે સવારે ૧૧:૩૦ વાગ્યાના રોજ જીલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં પ્રમુખ હંસાબેન પારધીના અધ્યક્ષ સ્થાનેથી યોજાશે, આ સભાના સચિવ સ્થાને જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન આગામી તા. ૨૩ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે, આ સભાની મુખ્ય કાર્યસૂચી મુજબ સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને તથા ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવશે, એક કલાકની સમય મર્યાદામાં પ્રશ્નોતરી યોજાશે, સદસ્યો તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબતે ચર્ચા કરાશે, સિંચાઇ ઉત્પાદન અને સહકાર સમિતિ અને શિક્ષણ સમિતિના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઇ શેરસીયાનુ રાજીનામું મંજુર કરવા બાબતે ચર્ચા કરાશે, જીલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ ૨૦૨૪-૨૫ ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ સૈધાંતિક મંજુરીના કામોને તેમજ રજુ થયેલ કામોને બહાલી આપવામાં આવશે, જીલ્લા પંચાયત ગત ચાર વર્ષ સુધીના અને જુના રદ કરેલ કામોના તથા જીલ્લા પંચાયતના રેતી રોયલ્ટીના વર્ષ ૨૦૨૧-૨૨ ની રજુ થયેલ વહિવટી મંજુરીની દરખાસ્તોને તેમજ સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ વહિવટી મંજુરીના કામોને બહાલી આપવામાં આવશે, સ્વભંડોળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ તેમજ જીલ્લા પંચાયત રેતી રોયલ્ટીના ૨૦૨૧-૨૨ ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ હેતુફેરના કામોને તેમજ રજુ થયેલ હેતુફેરના કામોને સૈધાંતિક મંજુરીની બહાલી આપવા બાબત તથા રેતી રોયલ્ટી વર્ષ ૨૦૨૪-૨૫ ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!