Saturday, January 11, 2025
HomeGujaratહળવદના નવા માલણીયાદ ગામે યુવતીના પરિવારજનોએ દીકરી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકના...

હળવદના નવા માલણીયાદ ગામે યુવતીના પરિવારજનોએ દીકરી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા પર હિચકારો હુમલો કર્યો

હળવદ તાલુકાનાં નવા માલણીયાદ ગામે આધેડનાં ઘરે આવી અમુક ઈસમોએ આધેડના દીકરા કલ્પેશે ઈસમની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતે રીસ રાખી લોંખડની પાઇપ વતી આધેડને માર મારી અત્યારે માર મારેલ છે. દીકરી પરત નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં નવા માલણીયાદ ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ગોરધનભાઇ કરસનભાઇ પરમારના ઘરે વિજયભાઇ ઉર્ફે કારો ભુપતભાઇ ડોડીયા, ચકુબેન ધીરૂભાઇ ભાટીયા, ચકુબેનના માતા દેવુબેન તથા એક અજાણ્યા માણસે આવી ફરિયાદીના દીકરા કલ્પેશે આરોપી ચકુબેન ધીરૂભાઇ ભાટીયાના દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતે રીસ રાખી લોંખડની પાઇપ વતી ફરીયાદીને બંને પગે તથા જમણા હાથે તથા પીઠના ભાગે માર મારી બંને પગે ચામડી ફાટી જતા લોહી નીકળતા ફેકરચરની ઇજા કરી તથા સાહેદને મુઢ માર મારી આરોપી વિજયભાઇ ઉર્ફે કારો ભુપતભાઇ ડોડીયા, ચકુબેન ધીરૂભાઇ ભાટીયાએ ફરીયાદીને જણાવેલ કે અત્યારે માર મારેલ છે પણ અમારી દિકરી પાછી નહી આપો તો તમારા આખા ઘરને જાનથી મારી નાખવાની ધમકી આપતા અન્ય બે આરોપી ચકુબેનના માતા દેવુબેન તથા એક અજાણ્યા માણસ વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!