અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે આજે મોરબીના રવાપર ખાતે જન ચેતના મહા સંમેલનનું આયોજન કરાયું હતું. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ સંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અમરીશ ડેર, લલિત વસોયા, કિરીટ પટેલ, લલિત કગથરા, ઋત્વિજ મકવાણા, પ્રવીણભાઈ મૂછડીયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રીબડિયા સહિતના ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ હાજરી આપી હતી.
જન ચેતના મહા સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર અને ગેસ કંપનીઓએ ગેસના ભાવમાં 11 રૂપિયા જેવો જંગી વધારો કરી દિવાળી જેવા પ્રકાસના પર્વ પર ઉદ્યોગકારોમાં હોળી પ્રગટાવી છે. તમામ વસ્તુઓમાં ભાવ વધારાના ડામ દઇ સરકારે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરવામાં કોઈ કસર છોડી નથી.વધુમા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના કપાસ અને મગફળીના પુરતા ભાવો આપવામા આવતા નથી જ્યારે બિયારણ અને જંતુનાશક દવાના ભાવમાં બેફામ વધારો થઇ રહ્યો છે. ખેડૂતોને નુકશાની બદલ પાકવિમો અને વળતર ચૂકવવા અને વિજયભાઇ ખાતરી આપી હોવા છતાં ખેડૂતોના ખાતામાં હજુ સુધી એક ફદીયુ પણ જમા થયું નથી
વધુમાં હાર્દિક પટેલે પોલીસના ગ્રેડ પે મામલે, મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે પણ આકરા પ્રહારોની સટાસ્ટી બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય, પોલીસ અને બધા વર્ગ દુઃખી તો રાજ્યમાં સુખી કોણ? માત્ર 2 ત્રણ લોકો જે તમામનું લોહી ચૂસી રહ્યા છે.જો અત્યાચાર વુરુદ્ધ અવાજ ઉઠાવવામાં નહિ આવે તો આગામી સમયમાં અંગ્રેજોની માફક ગુલામ બની જઈશું.તેઓએ ઉમેર્યું હતું કે 2 માસ બાદ સરપંચની ચૂંટણી આવે સત્તાધારી પક્ષ ગામા ભાગ પડાવશે અને ભાઈઓ વચ્ચે ઝગડા કરશે જેના ઝાશામા ન આવું તમામ લોકોને એક થઈને રહેવાની અપીલ કરી હતી. સૌથી વધુ ટેક્સ મોરબી9વાસીઓ ભરતા હોવા છતાં સીરામીકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભાવ અંગે જણાવ્યું હતું. અને જન ચેતના સંમેલનની મોરબીમાં પહેલી સભા બાદ આગમી 1 વર્ષમાં દરેક સ્થળ પર 3 સભા કરવાનો હુંકાર કર્યો હતો.
આ પ્રસંગે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણ માટે વાદ વિવાદ છોડી તમામ સમાજે એક સુર થઈ આગળ આવવુ પડશે. તમામ સમાજે સત્ય અને રાષ્ટ્ર વિકાસ માટે એક બીજાને સાથ પુરાવવો જરૂરી બન્યો છે. ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સાર્થક ગણાશે. વધુમાં સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન લોકોની જે લાચાર સ્થિતિનું નિર્માણ થયું હતું જે દિવસો સામાન્ય જનતાએ જોયા છે તે દિવસો સત્તાધારીઓની પણ દેખાડવા જરૂરી છે.મોટે ઉપાડે આડેધડ ખર્ચ કરવામાં માહિર સરકાર પાસે 3300 કરોડ રૂપિયા સરદાર પટેલની સ્ટેચ્યુ બનવવા માટે છે જો સરદારના નામે હોસ્પિટલ બનાવવાનું કામ કર્યું હોત તો ગુજરાતમાં મોટા ભાગના લોકો કોરોના ખપ્પરમા હોમાતા બચાવી શકાય હોત. નાના ઉદ્યોગપતિઓને ઉદ્યોગને અલીગઢી તાળા લાગી ગયા છે નાના ઉદ્યોગો ખતમ થયા છે. અને મલેતુદાર ઉદ્યોગ પતિઓ વધુ કમાયા હોવા સહિતના અનેક આક્ષેપ કર્યા હ