મોરબી કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ જેમાં ૨૮ ગામોમાં ૧,૪૨,૮૫,૮૩૩ લાખ વિકાસનાં કામો માટે કલેકટર દ્વારા મહોર લગાવવામાં આવી હતી.
મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ યોજના કાર્યક્રમ અંતર્ગત ૨૮ ગામોની રૂ.૧,૪૨,૮૫,૮૩૩/- યોજનાની બહાલી આપવામાં આવી હતી જેમા વાંકાનેર તાલુકાના ૨૦ ગામો, હળવદ તાલુકાના ૫ ગામો, ટંકારા તાલુકાના ૨ ગામો અને મોરબી તાલુકાના ૧ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં હાલમાં ૧૫ ગામોના કામો ચાલુ છે. અને ૫ ગામોના કામોની ટેન્ડર પ્રક્રિયા પ્રગતી હેઠળ છે જેમાં જીલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા યોજેલી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પીવાના પાણીને કામોને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી છે અને આ તમામ કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, યુનીટ મેનેજર જયવંતસિંહ જાડેજા, જિલ્લા કો-ઓર્ડીનેર કિરીટ એચ. બરાસરા, રાકેશ ભીમાણી, સહિત ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સહિતની કચેરીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગ્રામજનો દ્વારા આ વિકાસના કામો ક્યારે શરૂ કરવામાં આવશે અને ક્યારે તેનો ફાયદો મળશે તેની રાહ જોવાઇ રહી છે.