મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા ભેરડા ગામે હમીરભાઇ અમરશીભાઇની પથ્થરની ખાણની ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વીરેન્દ્ર ઉમાશંકર યાદવ ઉવ.૩૫ ઉપર ગત તા.૧૯/૦૭ના રોજ ભેરડા ગામની સીમમાં પથ્થરની ખાણ પાસે પોતાની ઓરડી પાસે બહાર ઉભા હતા ત્યારે આકાશી વીજડી પડવાના કારણે વિરેન્દ્રભાઈ આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









