મોરબીમાં છેલ્લા ઘણા સમય બાદ GST વિભાગ દ્વારા હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગે મોરબીની એપલ હોસ્પિટલમાં આવેલ નામાંકીત ચામડીના ડૉકટરના કલીનિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હોસ્પિટલ દ્વારા ટેકસ ચોરી થઈ છે કે નહિ તે તપાસને અંતે સામે આવશે.
મોરબીની એપલ હોસ્પિટલમાં આવેલ સ્પર્શ ક્લિનિક માં GST દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. મોરબીમાં લાંબા સમય બાદ કોઈ હોસ્પિટલમાં GST ની તપાસ આવતા હોસ્પિટલ સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લા કેટલાક કલાકો થી મોરબીની એપલ હોસ્પિટલમાં આવેલ નામાંકીત ચામડીના ડોકટરના ક્લિનિકમાં GST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ અધિકારીઓએ દર્દી બનીને આવીને હોસ્પિટલની તમામ વિગતો મેળવી હતી.જે બાદ આજે દરોડા પાડવા આવ્યા હતા. જોકે હજુ સુધી તપાસ ચાલુ હોવાથી ટેકસ ચોરી છે કે નથી અથવા છે તો કેટલી છે તેનો આંકડો સામે આવ્યો નથી. પરંતુ સંપૂર્ણ માહિતી GST વિભાગની તપાસ પૂર્ણ થયાં ને અંતે સામે આવશે.