ગત તા.૨૦/૧૦/૨૦૨૩ ના રોજ કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસે ગાંધીધામ જી એસ ટી ટીમના અધિકારીઓ બિલ ચેકીંગ કરતા હતા તે દરમિયાન સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવા સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાને ટ્રક નં. જી.જે.-૧૨- બી.વી.-૧૬૩૬ મા ભરી પરિવહને કરતા ટ્રક ને ઝડપાયો હતો જેની ખેતી વાળી નિયામક ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા ના ખેતી વાડી અધિકારી તરંગભાઇ અશોકભાઇ ફળદુને રાજ્ય વેરા અધિકારી ગાંધીધામ દ્વારા ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ પત્ર મળતા શંકાસ્પદ યુરિયાનું સેમ્પલ લેવા જણાવવામાં આવ્યું હતું. જે આદેશ બાદ પી.એમ.જોવાણી ખેતીવાડી અધિકારી અને એસ.બી. દલસાણી મદદનીશ ખેતી નિયામકની સયુંકત ટીમ દ્વારા રાજ્યવેરા અધિકારી એમ.એમ. પડયાના કબ્જામાં રહેલ ટ્રક બાબતે પૂછતા માળીયા મીયાણા રેલવે ઓવરબ્રીજ ઉતરતા ખીરઈ ગામના પાટીયા પાસેથી ૨૧/૦૯/૨૦૨૩ ના ૦૩:૨૦ વાગ્યે મળી આવતા ડ્રાઇવર મહેશભાઈ વિરમભાઈ મેવાડાની પૂછપરછ કરતા ટ્રક પદુભા રહે.ગાંધીધામ વાળાનું હોવાનું જણાવ્યું હતું. તેમજ બિલ પરથી અમદાવાદના વેપારી કટારીયા એન્ટરપ્રાઇઝ જીએસટી નંબર 24GHWPB7252Q1ZH દ્વારા ગાંધીધામના વેપારી બ્લુ ડાયમંડ એ ડબલ્યુ જીએસટી નંબર 24BWEPJ0928F1ZV ના ટેકનિકલ ગ્રેડ્યુંરિયાના માલનું વેચાણ હોવાનું બિલ પરથી જાણવામાં મળ્યું હતું. ટ્રકમાં ભરેલ ખાતરનો જથ્થાનો કબજો રાજ્ય વેરા અધિકારી એમ એમ પંડ્યાએ લીધો હતો. ટ્રકમાં તપાસ કરતા સફેદ રંગની કોઈપણ નિશાની વગરની અંદાજિત ૫૦ કિલો વજનની કુલ ૬૮૩ નંગ બેગો ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલ કુલ ત્રણ કે જેના ૫૨ ટેકનિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીઝ યુઝ ઓન્લી સહિતનું લખાણ લખેલ હતું. જેના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ શંકાસ્પદ કોર્ટ યુરિયા ખાતરનો નમૂના સેમ્પલ તરીકે લીધા હતા. જે ટ્રકમાંથી લીધેલ નમુના પૃથક્કરણ માટે ખાતર ચકાસણી પ્રયોગશાળા જુનાગઢ મોકલ્યા હતાં જ્યારે બાકીના સેમ્પલ બે નમૂના સંયુક્ત ખેતી નિયામક રાજકોટની કસ્ટડીમાં જમા કરાવ્યા હતા. જુનાગઢ પ્રયોગશાળા તરફથી ૦૧/૧૧/૨૦૨૩ રોજ બેગમાં રહેલ જથ્થો ખેત વપરાશ અંગેનું સબસીડી યુક્ત નિમકોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જે ખાતર કાર્બનિક નિયંત્રણ હુકુમ 1985 ના ભંગ હેઠળ કાર્યવાહી અંગે રાજ્ય વેરા અધિકારી મોબાઈલ સ્કોડ ટીમ એક ગાંધીધામ તથા નાયબ ખેતી નિયામક મોરબી તથા સંયુક્ત ખેતી નિયમ રાજકોટની કચેરીને ૦૨/૧૧/૨૦૨૩ થી જાણ કરવામાં આવી હતી. બાદમાં રાજ્યવેરા અધિકારી ગાંધીધામ દ્વારા તારીખ ૧૪/૧૨/૨૦૨૩ ના પત્ર દ્વારા જીએસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની રહેતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે સબસીડી યુક્ત ખેત વપરાશ અંગેના રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયાનું ખેત વપરાશને બદલે અન્ય તત્વો માટે વપરાશ થતો હોવા બદલ ગુનો રજીસ્ટર કરવા બાબતે ઉપરી અધિકારી સાથે વાતચીત કરી માળિયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ૨૨/૧૨/૨૦૨૩ રોજ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે અરજી દાખલ કરી હતી. જેમાં કુલ મહેશભાઈ વિરમભાઈ મેવાડા,વાહન માલિક પદુભા, અમદાવાદનાં વેપારી શ્રી કટારીયા એન્ટરપ્રાઇઝ GST no. 24GHWPB7252Q1ZH અને ગાંધીધામના વેપારી બ્લુ ડાયમંડ એ ડબલ્યુ GST no. 24BWEPJ0928F1ZV vala વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.