Friday, January 10, 2025
HomeGujaratગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પોતાના પક્ષના મોરબી જિલ્લા પંચાયત સદસ્યને કર્યા સસ્પેન્ડ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પોતાના પક્ષના મોરબી જિલ્લા પંચાયત સદસ્યને કર્યા સસ્પેન્ડ

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નિશાન પર ચુંટાયેલા સભ્ય અને વિરોધ પક્ષના ઉપનેતા નવઘણભાઈ મેઘાણી એ મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના બદલે ગેર હાજર રહેતા કોંગ્રેસ દ્વારા છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પક્ષ દ્વારા વ્હિપ આપવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના નિશાન પર ચૂંટાઈ આવેલા વાંકાનેર તાલુકાના હોલગઢના નવઘણભાઇ ડી. મેઘાણીએ ઉપપ્રમુખની ચુંટણીમાં ગેરહાજર રહી પક્ષનો વ્હીપનો અનાદર કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આદેશથી પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સભ્યપદ પણ રદ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!