અગાઉ મોટર સાઇકલ ચોરીના કેસમાં ઝડપાયેલા અને પેરોલ રજા ના જામીન મેળવી ને બહાર આવેલા શખ્સ એ ફરી લખણ ઝળકાવ્યા છે.
માળીયામીયાણા પોલીસ દ્વારા આરોપી સુનિલભાઈ ભાવસિંગ ભાઈ નાયકા ઉ .30 ધંધો ખેતી મજુરી,હાલ. જુના ઘાટીલા મૂળ છોટાઉદેપુર વાળાને ચોરીના બે મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં બજાજ કંપનીનું પ્લેટીના જેના રજી. નંબર GJ 36 D 8749 કિં 15000 અને હીરો સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ નંબર પ્લેટ વગરનું કી. રૂ 25000 સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ દ્વારા આ આરોપીના ગુનાહિત ઈતિહાસ ની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ પણ વર્ષ ૨૦૨૧ માં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીના ગુનામાં જ ઝડપાઈ ચૂક્યો હતો અને હાલમાં તેલ માટે પેરોલ પર છૂટીને વધુ બે મોટરસાયકલની ચોરી કરી હતી .
આ કામગીરી માં પીએસઆઈ એન એચ ચુડાસમા ,હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા ,વિશ્વરાજસિંહ ઝાલા અને રણજીતદાન રોહડિયા ,સંજયભાઈ રાઠોડ ,મહેન્દ્રસિંહ ચુડાસમા ,યુવરાજસિંહ જાડેજા,ભગીરથ સિંહ ઝાલા તથા શામજીભાઈ ઉઘરેજા દ્વારા કરવામાં આવી હતી.