Sunday, June 22, 2025
HomeGujarat.apk ફાઇલનો કહેર:મોરબીની શિક્ષિકાએ એપ ડાઉનલોડ કરતા બેંકમાંથી ૨૪.૩૪ લાખ રૂપિયા ઉપડી...

.apk ફાઇલનો કહેર:મોરબીની શિક્ષિકાએ એપ ડાઉનલોડ કરતા બેંકમાંથી ૨૪.૩૪ લાખ રૂપિયા ઉપડી ગયા!

અજાણ્યા વોટ્સએપ મેસેજની .apk ફાઇલ ખોલતા મોબાઇલ હેક, એકાઉન્ટમાંથી ઘણાં ટ્રાન્ઝેક્શન્સ દ્વારા લાખોની રકમ ટ્રાન્સફર થઈ ગઇ: વોટ્સએપમાં આવેલ કોઈ પણ ફાઇલની પાછળ (.apk) લખેલ હોય તો તે ડાઉનલોડ ન કરવા દરેક લોકોને અપીલ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક ઓનલાઇન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરમાં રહેતા શિક્ષિકાના પતિના વોટ્સએપ પર અજાણ્યા નંબરમાંથી આવેલ .apk ફાઇલ તેણીએ પોતાના ફોનમાં ખોલતા મોબાઇલ હેક થઈ ગયો હતો.

ત્યારબાદ એમના બેંક ખાતામાંથી અલગ-અલગ CRED A/Cમાં કુલ રૂ.૨૪.૩૪ લાખની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી.મોરબી સાયબર ક્રાઇમમાં અરજી બાદ હાલ એ ડિવિઝન પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવવામાં આવતા,પોલીસે અલગ અલગ ક્રેડ એકાઉન્ટ નંબર ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

 

મોરબીના શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાથે સાયબર ઠગોએ મોટી ઠગાઈ આચરવામાં આવી છે.શિક્ષિકાના પતિ જેઓ પણ શિક્ષક છે, તેમના વોટ્સએપ નંબર પર તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી “આરટીઓ ચલણ” બતાવતી .apk ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ પતિના ફોનમાં ન ખૂલતા તેમણે આ ફાઇલ પોતાની પત્ની કાજલબેનના વોટ્સએપ નંબર ઉપર મોકલી હતી. કાજલબેને ફાઇલ ખોલતા તે તરત જ હાઇડ થઈ ગઈ હતી એટલે તે બાબતે શિક્ષિકાએ વધુ ધ્યાન આપ્યું નહોતું.બીજા દિવસે તેમના બેંક ખાતાની વિગતો તપાસી તો તેમના ખાતામાંથી રૂ. ૨૬,૨૪,૭૦૯/- ની મોટી રકમ અલગ-અલગ “CRED CLUB” એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. તેમાથી રૂ. ૧.૯૦ લાખ તેઓના ખાતામાં પાછા આવી ગયા હતા, પણ બાકીની રકમ હજી સુધી પરત મળેલ નથી.

 

જે બાદ બેંક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ કઢાવતા બેંક ખાતામાંથી CRED ક્લબના કુલ સાત એકાઉન્ટ નંબર પર રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓએ તરત જ ૧૯૩૦ પર ફોન કરી અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી તેમજ બેંકમાં પણ અરજી કરવામાં આવી હતી. કાજલબેન દ્વારા ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ કદી પણ નેટબેંકિંગનો ઉપયોગ કર્યો નહોતો અને તેમનું જીમેઇલ પણ બંધ હતું, છતાં હેકર્સ દ્વારા તે હેક કરી નેટબેંકિંગ એક્ટિવ કરાયું અને ઓટીપી કે કોઈ વેરીફિકેશન કોલ વિના આવા મોટા ટ્રાન્ઝેક્શન થઇ ગયા હતા.સીટી એ ડિવિઝન પોલીસે આરોપી એક વોટ્સએપ મોબાઇલ નંબર ધારક તથા સાત CRED CLUB એકાઉન્ટ ધારક વિરુદ્ધ બીએનએસ તથા આઇટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!