Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના ચાંચાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું...

મોરબીના ચાંચાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના હેલ્થ & વેલનેસ સેન્ટર – ચાંચાપરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર ચાંચાપર એ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ( NQAS) ના ધારા ધોરણો અંતર્ગત ૯૦% સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ મેળવ્યુ છે.

આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ ૧૨ સર્વિસ પેકેજ જેમ કે, સગર્ભાની સેવા, પ્રસુતિ બાદની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવિધાના અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.

વિવિધ પ્રકારના ચેકલીસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થાય બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર ચાંચાપરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત ૯૦ % માર્કસ સાથે NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે અને હેલ્થ & વેલનેસ સેન્ટર – ચાંચાપર દ્વારા સર્વિસ ડિલિવરીમાં ગુણવતાના ધોરણોને સુધારવામાં યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવતા સુધારણાના ટકાઉ મોડેલ માટે મોકળો માર્ગ કર્યો છે.

આ પ્રમાણપત્ર મેળવવા માટે તમામ સ્ટાફ દ્વારા કામગીરી તેમજ ગામના સરપંચ, અન્ય આગેવાન અને ગ્રામજનોના સંપૂર્ણ સહયોગ થકી આ સિદ્ધિ મેળવેલ છે. રાજ્ય આરોગ્ય સેવાઓ અને માળખાકિય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે. ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર ચાંચાપરની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!