માલધારી વિકાસ સંગઠન કચ્છ જિલ્લા પ્રમુખ થાવરભાઈ રામાભાઈ રબારીએ મોરબી કલેકટર અને એસપીને પત્ર લખી ઘુમંતુ માલધારીઓના કે જેઓ પોતાના પશુઓની નિભાવ માટે એક જિલ્લાથી બીજા જિલ્લામાં સ્થળાંતર કરતા હોય છે ત્યારે અવાર નવાર તસ્કરીના બનાવી બની રહ્યા છે તેથી તાત્કાલિક ધોરણે તસ્કરોને પકડી કડક માં કડક કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
માલધારી સંગઠન કચ્છ જિલ્લા પ્રમુખ થાવરભાઈ રામાભાઈ રબારી દ્વારા મોરબી એસપી ને પત્ર લખી ઘુમંતુ માલધારીઓ કે પોતાના પશુઓની નિભાવ કરવા માટે એક જીલ્લાથી બીજા જીલ્લામા સ્થળાંતર કરીને પશુ ઘેટા-બકરાનો નિભાવ કરવા માટે જતા હોય છે. ત્યારે અવાર- નવાર પશુઓની તસ્કરી કરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેની માલધારીઓએ અનેકવાર ફરીયાદો કરી છે. પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી ખાસ કરીને સુરેન્દ્રનગર – મોરબી જીલ્લામાં તસ્કરીની ઘટના અવાર-નવાર સામે આવી રહી છે. તો માલધારીઓની ફરીયાદને ધ્યાનમાં લઇ તસ્કરોને પકડી કડક મા કડક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ જો તસ્કરોને તથા ચોરોને પકડવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં માલધારીઓ તથા માલધારી સંગઠનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચરી છે. તેથી વહેલી તકે કાર્યવાહી કરી પશુપાલકોને આનાથી મુક્તિ અપાવવામાં આવે તેવી મોરબી કલેકટર અને એસપી ને રજૂઆત કરાઈ છે.