ગુજરાત રાજયના સિવીલ ડીફેન્સ અને હોમગાર્ડઝ ડાયરેકટર જનરલ અમદાવાદના નિયંત્રણના હેઠળના હોમગાર્ડઝ સભ્યોને લાંબી, પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના ચંદ્રકો ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ના પ્રજાસત્તાક દિનના રોજ એનાયત કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લાના હોમગાર્ડઝ કચેરીના મોરબી યુનિટના તથા ટંકારા યુનિટ હોમગાર્ડઝ સભ્યને સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રીનું ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝમાં ડાયરેકટર જનરલ અમદાવાદના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝના સભ્યોને લાંબી, પ્રશંસનીય અને વિશિષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રીના ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસ નિમિતે મોરબી જિલ્લાના હોમગાર્ડઝ કચેરીના મોરબી યુનિટ તથા ટંકારા યુનિટના હોમગાર્ડઝના સભ્યોને સન્માનિત કરાયા હતાં.. ત્યારે સ્વાતંત્ર્ય દિવસ નિમિતે કલેકટર, પોલીસ અધિક્ષકના હસ્તે તેમજ જિલ્લા કમાન્ડરની હાજરીમાં ટંકારા યુનિટના હોમગાર્ડઝ ઓફિસર કમાન્ડિંગ અરુણભાઈ નાગજીભાઈ પરમારને મુખ્યમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે મુખ્યમંત્રી ચંદ્રક બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.