Thursday, January 8, 2026
HomeGujarat"રણશીંગુ વાગ્યું" મોરબી સહીત આસપાસના વિસ્તારોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેક્ટરને...

“રણશીંગુ વાગ્યું” મોરબી સહીત આસપાસના વિસ્તારોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેક્ટરને પાઠવ્યું આવેદન

યોગ્ય નિરાકરણ નહીં થાય તો ખેડૂત પોતાના પરિવારો સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખશે:પાલભાઈ આંબલીયા

- Advertisement -
- Advertisement -

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યુદ્ધનું બિગુલ વગાડી દેવામાં આવ્યું છે. આજ રોજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોરબી સહીત આસપાસના વિસ્તારોના ખેડૂતો મોટી સંખ્યામાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા હતા. અને વિવિધ મુદ્દાઓને લઇ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. 

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા હક્ક અને અધિકારની લડાઈ શરુ કરી દીધી છે ! આજ રોજ બોલી સંખ્યામાં મોરબી જિલ્લાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે. જેમાં વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એકટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એકટ 2003 નાબૂદ કરવા, વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013 નો જ અમલ કરો

(જમીનના માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો), 440kv, 765kv કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર લાઇનના થાંભલા દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો જેમ મોબાઈલ ટાવર વાળા, પવનચક્કી વાળા ફિક્સ માસિક/વાર્ષિક ભાડું આપે છે તેમ પોલ દીઠ ભાડું આપવામાં માંગ કરાઈ છે. તેમજ વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે કાયદાથી ઉપરવટ જઈ રાજ્ય સરકારે તારીખ 01/01/ 2017 થી 31/12/2025 ના સમયગાળામાં વીજ લાઈનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ્દ કરવા, વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે કંપની માટે જ જાણે પોલીસ કામ કરતી હોય તેવીરીતે પોલીસની દાદાગીરી વાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરવા (પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરવા), ધ ટેલિગ્રાફ એકટ 1885 ની કલમ 16(1) મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ્દ કરવા રજૂઆત કરવામાં આવી છે. અને ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર (કોરિડોર) સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કે, ખેડૂતોના ખેતરના રસ્તાનો ઉપયોગ વીજ કંપનીઓ કરે છે ત્યારે એ કંપનીઓ દ્વારા બિન અધિકૃત પ્રવેશ ગણી ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવા પણ માંગ કરાઈ છે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વધુમાં માંગ કરાઈ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન સંપાદન કાયદો 2013 માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં કરેલા તમામ સુધારાઓ સંપૂર્ણપણે નાબૂદ કરો, ગૌચરની જમીન, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર કાઢવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે, રાજ્ય સરકાર હસ્તકના કે પંચાયત હસ્તકના તળાવ, ડેમ વાળા વિસ્તારમાં જે ડૂબની જગ્યા નક્કી થયેલી છે તે તમામ જમીન પર પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે અને જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે, 2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિ 4 માં દર્શાવેલા 17 કાયદાઓ કેન્દ્ર સરકારના 28/08/2015 ના ગેજેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે તથા ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે છે તે જમીનની કિંમત હંમેશા માટે ડી. વેલુએશન (કિંમત ઘટી જાય) થઈ જાય છે અને આ વીજ ટાવર કાયમ માટે ખેડૂતોની જમીનમાં લગાવવામાં આવે છે. આથી આવતા 100 વર્ષ સુંધી નું વેલુએશન કરીને ખેડૂતોને વળતર આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!