રણનું રક્ષિત પ્રાણી ગણાતા ઘુડખર અને પક્ષીઓના બચાવ માટે ભુમાફિયાઓ સામે અનશન આંદોલન
કચ્છના નાના રણમાં ભૂમાફીયાઓ દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરવા
વાગડની માતૃભૂમિ સરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ સમર્થકો સાથે કાનમેર પાસેના રણમાં અનશન આંદોલન શરૂ કર્યા છે. છેલ્લા પાંચ દિવસ ચાલતા અનશન દરમિયાન વિરોધ કર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અનશન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે.કચ્છનાં નાના રણ પર ભૂમાફિયાઓના દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ઉપવાસ આંદોલનનો ૫ મો દિવસ છે આરોગ્ય તંત્ર દ્વારા આજ દિવસ સુધી તપાસ માટે નથી આવ્યું અને સરકારી તંત્ર એ પણ હજુ સુધી કોય પણ પ્રકારની કાર્યવાહી ન થતાં જ્યાં સુધી દબાણ દૂર નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલન કરી રહેલા કાર્યકરો એ જણાવ્યું હતું. તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા નો આક્ષેપ કર્યો હતો.આ વિશે રાપરના રામવાવ ગામના શિવુંભા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃભૂમિ સદક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ ભુવાજી, કિશોરસિંહ જાડેજા અને કાનમેરના બળદેવ ગેલા રાઠોડ સાથે છેલ્લા પાંચ દિવસથી રણનું રક્ષિત પ્રાણી ગણાતા ઘુડખર અને પક્ષીઓના બચાવ માટે ભુ માફિયાઓ સામે અનશન આંદોલન ચાલું કર્યું છે.
ઉપરોક્ત માંગણીઓને જો સંતોષવામાં નહીં આવે અને આ અંદાજે 200 થી વધારે કારખાનાં તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદરમાં મિશન માતૃભૂમિ ના નેજા હેઠળ અનશન આંદોલનને ઉગ્ર કરીશું જેની ખાસ નોંધ લેવી તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માં આવે. તથા દિવસ ચાર બાદજ નવા લોકો સાથે અમારું સંગઠન તથા અન્ય સંગઠનો સાથે રાખી અનશનમાં જોડાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.