મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાને બનેલ ખુનના ગુન્હાના આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. મુળગામ કંજરોટા તા. સરદારપુર થાના સરદારપુર જીધાર (એમ.પી.) વાળા આરોપીને તા. ૨૯/૧૦/૨૦૨૪ ના ૦૭:૩૦ વાગ્યે ગુન્હામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે…
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુર.નં.૧૧૧૮૯૦૦૫૨૪૨૧૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૯/૧૦/૨૦૨૪ ના ૦૨:૦૫ વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ફરીયાદી દિપકભાઇ બગ્ગાભાઈ ડામોર ઉંમર વર્ષ ૩૫ વાળા રહે. હાલ ગાળા ગામની સીમમા આવેલ રજનીભાઈ પટેલની વાડી મોરબી. મુળગામ રીંગનોદ તા સરદારપુર થાના સરદારપુર જી ધાર (એમ.પી) વાળાએ ફરીયાદ દાખલ કરાવી હતી કે ગત તા.૨૮/૧૦/૨૦૨૪ના સાંજના સાતેક વાગ્યાના આસપાસ મરણજનાર ભુરીબેન નરબેસીંગ બગ્ગાસીંગ મેડા તેઓના પતિ આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડાને ફટાકડા લેવા માટે રૂ. ૫૦૦/- આપ્યા હતા. જે બધા પૈસાના આરોપી ફટાકડા લઇ લાવતા મરણ જનારે આરોપી સાથે ઝઘડો કરી મરણજનારે આરોપીને મારી લીધેલ હોય જેથી આરોપીને ગુસ્સો આવી જતા તેની બાજુમા પડેલ લાકડાના ધોકા વડે મરણજનારને મારી નાંખવાના ઇરાદાથી માથાના પાછળના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું કે બાબતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને રાહુલ ત્રીપાઠી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી, પી.એમ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડાની તપાસ કરતા આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા હાલ તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનાની લેબર કોલોનીમાંથી મળી આવતા આરોપીને તા. ૨૯/૧૦/૨૦૨૪ ના ૦૭:૩૦ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.