મોરબીના બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલા શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોદ્યાદેવી શંકરાચાર્ય ભુવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવનનું નિર્માણ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયના સ્વર્ગસ્થ માતા આયોદ્યાદેવીની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે.
મોરબી ખાતે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મધ્યે નવનિર્મિત શંકરાચાર્ય ભુવનના ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિહજી ઝાલા, મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય તેમજ સામજીક આગેવાનોએ પોતાના પરિવારજનો સાથે હાજરી આપી હતી.