ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી પહલગામમાં થયેલ હુમલાનો બદલો લીધો છે. ભારતીય સૈન્યની કાર્યવાહી ની ખુશી વ્યક્ત કરવા ઉજવણીના ભાગરૂપે હળવદ નું પાટિયા ગ્રુપ દ્વારા ગૌ માતાને કેરીનો રસ પીવડાવી ગૌ સેવા કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મૃત્યુ પામેલ 26 નિર્દોષ લોકોનો બદલો લેવા ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જે ભારતીય સેનાની કાર્યવાહી બદલ પાટિયા ગ્રુપ હળવદ દ્વારા તા. ૦૮/૦૫/૨૦૨૫ ને સવારે ૭ વાગ્યે ૐ ગૌશાળા ખાતે ગૌમાતા અને ગૌવંશને કાળઝાળ ગરમીમાં કેરીનો રસ પીરસી ભારતીય સેના પર ગૌરવની લાગણી વ્યક્ત કરશે.