Friday, December 27, 2024
HomeGujaratવીમા કંપનીએ વીમાનાં રૂપિયા આપવામાં આનાકાની કરતા ગ્રાહક પહોંચ્યો કોર્ટ : કોર્ટે...

વીમા કંપનીએ વીમાનાં રૂપિયા આપવામાં આનાકાની કરતા ગ્રાહક પહોંચ્યો કોર્ટ : કોર્ટે વ્યાજ સહીત રૂપિયા આપવા આદેશ કર્યો

વીમા પૉલિસી કોઈપણ અપ્રિય ઘટના અથવા નાણાકીય નુકસાનના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વીમા કંપની કોઈને કોઈ મોટું કે નાનું કારણ બતાવીને વ્યક્તિના વીમાના દાવાને નકારી દે છે. ત્યારે આવું જ કંઈક બન્યું હતું. વાંકનેરના એક વીમા ધારક સાથે… વીમા ધારકે પોતાના વાહનનું અકસ્માત થતા વીમાનો ક્લેમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ રૂપિયા આપવાની ના પાડતા ગ્રાહક મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે વીમા કંપનીને વ્યાજ સહીત રૂપિયા ગ્રાહકને આપવા આદેશ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, વાંકાનેર તાલુકાના નવાઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હોય ત્યારે તેનું અકસ્માત થતા વિજયભાઈ પાસે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સનો વીમો હતો. જે તેણે ક્લેમ કરવા અરજી કરી હતી. ત્યારે વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યા છે. તે સાદા કાગળમાં છે માટે વીમો મળે નહી. જેથી વિજયભાઇએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરતા તેમના દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી મને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ ગ્રાહકે વીમો ભરેલ છે. માટે વીમા કંપનીએ વીમો આપવો જોઇ અદાલતે ગ્રાહકને રૂ. ૫૪,૮૨૦/- અને ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા. ૧૫/૯/૨૦૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે. ત્યારે આ તકે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું હતું કે, વીમા કંપની વીમા માટે ગ્રાહકની પાછળ -પાછળ ફરે છે. પરંતુ જયારે ચુકવવાનો સમય આવે ત્યારે હાથ ઉંચા કરી આપે છે ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો.- ૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો.-૯૩૨૭૪ ૯૯૧૮૫ અને મંત્રી રામભાઇ મહેતા મો.- ૯૯૦૪૦ ૯૮૦૪૮ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!