Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી સ્કાઈ મોલનો આંતરિક કલેશ પોલીસ સ્ટેશને પહોંચ્યો

મોરબી સ્કાઈ મોલનો આંતરિક કલેશ પોલીસ સ્ટેશને પહોંચ્યો

સ્કાઈ મોલના ભાગીદારો વચ્ચે ભાગબટાઈ મામલે બબાલ થતા ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીના સ્કાઈ મોલનો આંતરિક કલહ પોલીસ મથકે પહોંચેલ છે. જેમાં ભાગીદારીથી ચાલતા સ્કાય મોલની જય ડેવલોપર્સમાં ભાડાના બે લાખ રૂપિયા હજમ કરી મામલે એક ભાગીદારે અન્ય ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ધવલભાઇ મુકેશભાઇ મહેતા ઉવ. ૩૩ ધંધો વેપાર રહે.મુંબઇ સી-૯૦૨, ન્યુ સર્વોતમ સોસાયટી, ઇરલા એસ.વી.રોડ અંધેરી વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) વાળાએ આરોપીઓ રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા (રહે. મુંબઇ), હનીશભાઇ અજયભાઇ શાહ (રહે.મુંબઇ), મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા (રહે.મુંબઇ), હેતલબેન હનીશભાઇ શાહ (રહે.મુંબઇ) વાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૭/૪/૨૦૨૨ થી ૬/૭/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન મોરબી શનાળા રોડ સ્કાય મોલની જય ડેવલોપર્સની પેઢીમાં ફરિયાદી ભાગીદાર હોય અને આરોપીઓ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર હોય તેઓઆ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હોય જેથી તેઓએ આરોપીની સાથે મળી સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા ૧,૯૩,૬૦૫ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી આરોપીના કહેવાથી સાહેદ નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના નાણા આરોપીની ભાગીદારી પેઢી યુનિક ફુડક્રાફટ એલ.એલ.પી.ના ખાતા એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફ્રુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર મોરબીમાં જમા કરાવડાવી ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમા કરાવવા અવાર નવાર કહેવા છતા આ કામના આરોપીઓએ આ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવાટ રહેશે નહી. તેમ કહી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના આરોપીઓએ જય ડેવલોપર્સ પેઢીને આપવાની થતી ભાડાની રકમ ઓળવી જઇ ફરીયાદી તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!