Friday, December 27, 2024
HomeGujaratમોરબી નીચેના બેઠાપુલ ઉપર લોખંડની એંગલ ભારે વાહનની ટકકરથી તૂટી ગઈ

મોરબી નીચેના બેઠાપુલ ઉપર લોખંડની એંગલ ભારે વાહનની ટકકરથી તૂટી ગઈ

ગતરાત્રીના સમયે કોઈ ભારે વાહને પ્રવેશબંધી હોવા છતાં નીકળવાની કોશિશ કરતા લોખંડની મજુબત એંગલ તૂટી ગઈ

- Advertisement -
- Advertisement -

મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી માટેની લોખંડની મજબૂત એંગલ ગતરાત્રે કોઈ અજાણ્યા ભારે વાહનની ટક્કરથી તૂટી ગઈ હતી. જો કે ગતરાત્રીના સમયે કોઈ ભારે વાહને પ્રવેશબંધી હોવા છતાં નીકળવાની કોશિશ કરતા લોખંડની મજુબત એંગલ તૂટી ગઈ છે.

મોરબી શહેરથી સામાકાંઠે અવરજવર માટેના બન્ને પુલ નીચે એક બેઠોપુલ બનાવવામાં આવ્યો છે. જો કે આ બેઠાપુલ ઉપર ટ્રાફિક વધી જતાં ટ્રાફિક સમસ્યા નિવરાવવા માટે બેઠાપુલની બન્ને તરફ ભારે વાહનની પ્રવેશબંધી માટે લોખંડની મજબૂત એંગલ મુકવામાં આવી છે. ત્યારે ગતરાત્રીના સમયે એક ભારે વાહન પ્રવેશબંધીની એસીતેસી કરીને ઝડપભેર બેઠપુલ ઉપર નીકળવાની કોશિશ કરી હતી.

આ ભારે વાહનની પુરપાટ ઝડપ હોવાથી ભારે વાહન બેઠાપુલની લોખંડની એંગલ સાથે ટકરતાંની સાથે આ મજબૂત એંગલનાં બે કટકા થઈ ગયા હતા. જેમાં લોખડની એંગલનો એક કટકો નીચે પડ્યો હતો અને બીજો કટકો લટકી રહ્યો છે. આ લોખડનો કટકો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ભારે વાહને ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરતા આ આવડી મોટી લોખંડની મજબૂત એંગલ તૂટી ગઈ હતી. જેથી, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!