મોરબી સીરામીક ઉદ્યોગના જીસીસી દેશોના એન્ટી ડમ્પિંગ ડ્યુટી સહિતની સમસ્યાને લઈને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા વિદેશમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરાઈ હતી આ તકે સરકારથી પણ હકારાત્મક વલણ અપનાવી ઉકેલની ખાતરી આપી હતી.
મોરબી સીરામીક એસોસિએશનની રજુઆતને ઘ્યાને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયા દૃારા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને જીસીસી દેશોના એન્ટી ડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન માટે વિદેશમંત્રી એસ. જયશંકર ન્યુ દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે ચર્ચા દરમિયાન એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દૃ સરકાર દૃારા નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી હતી આ પ્રશ્ને વિદેશમંત્રીએ હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીની સમસ્યાનુ યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.