મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની જાન્યુઆરી-૨૦૨૬ માસની બેઠક તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩ વાગ્યે મહાનગરપાલિકા કચેરી રેન બસેરા ખાતે યોજાશે. બેઠકમાં ગ્રામ પંચાયતના કામોની પ્રગતિ તથા જનભાગીદારીના કામો અંગે સમિક્ષા કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિ માહે જાન્યુઆરી-૨૦૨૬ ની નિયમિત બેઠક તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે યોજાવાની છે. આ બેઠક મહાનગરપાલિકા કચેરીના સભાખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન ખાતે, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રૈનબસેરા) ઇમારત, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ સભ્યો, પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષોને ખાસ કરીને જાતે સમગ્ર વિગતો સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ અનુમતિ મેળવી સાથે પ્રતિનિધિ મોકલવાની સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં ગ્રામ પંચાયતોની સ્વભંડોળ બચતની રકમની મર્યાદામાં નક્કી કરાયેલા કામોની પ્રગતિ અંગે અહેવાલ તેમજ જનભાગીદારીના કામો માટે પૂર્ણ થયેલી કાર્યવાહી અને નવી આવેલ રજૂઆતો/અરજીઓ અંગે સમિક્ષા કરવામાં આવશે. સંબંધિત એજન્ડા બાબતે શાખા કક્ષાએ થયેલી કાર્યવાહી અંગેનો અહેવાલ બેઠક પહેલાં મોકલવા અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. આ અંગે મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના સભ્ય સચિવ કુલદીપસિંહ વાળાએ તમામ સંબંધિતોને બેઠકમાં હાજરી આપવા અપીલ કરી છે.









