મોરબીના નવલખી રોડ પર થયેલ યુવાનની હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં રાજકોટ એલસીબી પોલીસે ગોંડલની ગોમટા ચોકડીથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે રહેતા મહેશ અશોકભાઈ સોલંકી પર ગોંડલ તાલુકા શાળાના પટમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો બાવો પરશુરામ ભાઈ સીતારામ ભાઈ ગૌસ્વામી તેમજ બાળ કિશોર આરોપીએ મળી જીવલેણ હુમલો કરી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેની જાણ થતાં ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મહેશ નું મોત નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.
બીજી તરફ હત્યારાઓને દબોચી લેવા પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન રાજકોટ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આદરી આરોપીઓને ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ ગોમટા ચોકડી પાસેથી આરોપી પ્રકાશ ઉર્ફે પકો તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી લીધા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં રાજકોટ એલસીબી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, હેડ કોસ્ટેબલ મહિપાલ સિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ રૂપકભાઈ બોહરા સહિતનાઓ જોડાયા હતા


 
                                    






