મોરબી તાલુકાના વાઘપર ગામે સ્વ. કીર્તાબેન રજનીભાઈ કૈલાની સ્મૃતિમાં પટેલ સમાજ વાડીના પ્રાંગણમાં બાલવાટિકા તૈયાર કરવામાં આવી હોય જેનું આવતીકાલે તા. ૨૦ ને મંગળવારના રોજ લોકાપર્ણ કરવામાં આવશે. જે લોકાપર્ણ પ્રસંગે સવારે ૮ વાગ્યાથી રામધુનનું પણ આયોજન કરાયું છે જેમાં વાઘપર ધૂન મંડળ, ઘુટું ઘુન મંડળ અને દેપાલીયા ધૂન મંડળ ઉપસ્થિત રહીને ધૂન કરાવશે તો સાંજે ૦૪ : ૩૦ થી ૦૫ : ૩૦ કલાકે લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે અને બાદમાં બટુક ભોજન અને રાત્રીના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ૮:૩૦ કલાકે ભુપત મારાજ સરપદળ વાળા ઉપસ્થિત રહી ધુન કરાવશે. તેમ જાદવજીભાઈ કૈલા, રજનીભાઈ કૈલા અને વિપુલભાઈ કૈલાની યાદી જણાવે છે.










