Saturday, May 10, 2025
HomeGujaratરીઝલ્ટના રાજા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીએ ફરી એક વખત ડંકો વગાડ્યો:કુલ...

રીઝલ્ટના રાજા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીએ ફરી એક વખત ડંકો વગાડ્યો:કુલ ૨૭૫ માંથી ૨૭૪ વિધાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ઉતીર્ણ થયા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હાલ તા. 08-05-2025 ને ગુરુવારના રોજ S.S.C ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં 275 માંથી 274 વિધાર્થીઓએ પાસ થઈ મોરબી પંથકમા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ડંકો વગાડ્યો છે. જે બદલ સંસ્થાના પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા. 08-05-2025 ને ગુરુવારના રોજ S.S.C ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 275 વિદ્યાર્થીઓમાંથી 274 વિધાર્થીઓએ પાસ થઈને શાળાનો ડંકો વગાડ્યો છે. જે 275 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે કુલ 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. જયારે 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓ 17, 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓ 61 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી છે. એકંદરે આવું ઉત્તમ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. એકંદરે 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ થઈને સ્કૂલનું 99.64% પરિણામ લાવ્યા છે. તેમજ ગણિતમાં 15 વિધાર્થીઓ, સાયન્સમાં 12 વિદ્યાથીઓ અને સંસ્કૃતના 2 વિદ્યાથીઓએ 100 માંથી 100 માર્ક લાવ્યા છે. હાલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માં એડમીશન પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. જેના માટે મોબાઇલ નં. 98790 97520 અને 96876 25100 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!