Saturday, April 20, 2024
HomeGujaratહળવદ માં તાલુકામાં આજે 12 જગ્યાએ આ કોરોના મહાઅભિયાન પ્રારંભ કરવામાં આવ્યો

હળવદ માં તાલુકામાં આજે 12 જગ્યાએ આ કોરોના મહાઅભિયાન પ્રારંભ કરવામાં આવ્યો

હળવદ માં ૧૨ સેન્ટર પર કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન નો‌ શુભારંભ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં “કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન”નો શુભારંભ કરવામાં આવયો. આ અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે.

કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત બધાને વેક્સિન, મફત વેક્સિન અન્વયે મોરબી જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓ ઉપર કોરોના રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે. આ ૭૦ સેન્ટરો પૈકી હળવદ તાલુકાના ૧૨ સેન્ટરોમાં ‌ કોરોના વેક્સીનેસન મહાઅભિયાન નો રાજ્યવ્યાપી થયો છે ત્યારે પ્રારંભ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય પરસોતમ સાબારિયા રમેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો . જેમાં શહેર પ્રમુખ,નાયબ મામલતદાર ચિતંન આચૉય. ડો. અશ્વિન આદ્રોજા ડોક્ટર કૌશલ પટેલ, ડો.ભાવિન ભટ્ટી અને હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

૧૨ સેન્ટરો ઉપર હળવદ નાં અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકો વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે, અને જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી SMS દ્વારા સમય-સ્થળ-તારીખ નો સ્લોટ મેળવેલ હશે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!