Tuesday, June 2, 2026
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની સેવામય ઉજવણી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની સેવામય ઉજવણી

વૈભવી ખર્ચ ટાળી વંચિત બાળકો સાથે ઉજવાયો રુદ્રનો જન્મદિવસ: ઝૂંપડપટ્ટીના માસૂમ બાળકોને મનભાવતો અલ્પાહાર કરાવીને ‘આપવાનો આનંદ અભિયાન’ સાર્થક કરાયું

- Advertisement -
- Advertisement -

મોરબી: માનવતા અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યોમાં મોરબીમાં હંમેશા અગ્રેસર રહેતું ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ પોતાની અનોખી પરંપરાઓ માટે જાણીતું છે. મોંઘીદાટ હોટલોમાં કે ખોટા ભપકા પાછળ ખર્ચ કરવાને બદલે સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ યંગ ઇન્ડિયા ગ્રુપનો મુખ્ય મંત્ર રહ્યો છે. આ જ પરંપરાને આગળ ધપાવતા ગ્રુપના સક્રિય સભ્ય મહેશભાઈ રબારીના પુત્ર ‘રુદ્ર’ ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

રુદ્રના જન્મદિવસ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારના વંચિત અને પછાત વર્ગના માસૂમ બાળકો સાથે ‘આપવાનો આનંદ અભિયાન’ અંતર્ગત ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી. આ તકે આ તમામ બાળકોને તેમનો મનભાવતો અને પૌષ્ટિક અલ્પાહાર કરાવીને રાજી કરવામાં આવ્યા હતા. પોતાના જન્મદિવસની વૈભવી કે પાશ્ચાત્ય શૈલીમાં ઉજવણી કરવાને બદલે આ ગરીબ બાળકો વચ્ચે આવીને તેમના ચહેરા પર સ્મિત રેલાવી રુદ્ર અને રબારી પરિવારે સમાજ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પ્રેરણાદાયી ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડૉ. દેવેન રબારીએ પોતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, “સાચી ખુશી એ નથી જે આપણે માત્ર આપણા માટે મેળવીએ, પણ સાચી ખુશી એ છે જે આપણે બીજાના ચહેરા પર લાવવામાં નિમિત્ત બનીએ. મોંઘા ખર્ચાઓ છોડીને ઝૂંપડપટ્ટીના વંચિત બાળકોને મનભાવતો અલ્પાહાર કરાવી, તેમના ચહેરા પર સાચું સ્મિત લાવીને રુદ્રએ યંગ ઇન્ડિયા ગ્રુપની સંસ્કાર પરંપરાને ખરા અર્થમાં દીપાવી છે. ઈશ્વર રુદ્રને દીર્ઘાયુ અર્પે અને તે હંમેશા આવા જ સેવા કાર્યો સાથે જોડાયેલો રહે તેવી હાર્દિક શુભકામનાઓ!”

યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શન હેઠળ સંસ્થા હંમેશા આવા રચનાત્મક અને સંવેદનશીલ કાર્યો દ્વારા યુવા પેઢીને સાચી દિશા ચીંધવાનું કામ કરે છે. રુદ્રના જન્મદિવસની આ પ્રેરક ઉજવણી બદલ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યો અને મોરબીના અગ્રણીઓએ રુદ્રને દીર્ઘાયુ અને તેજસ્વી ભવિષ્યના આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!